૧) આ ટુર્નામેન્ટ નોક આઉટ રાઉન્ડ છે.
૨) આ ટુર્નામેન્ટ ૮ ઓવરની રહેશે અને ત્રણ બોલર થી ૨ ઓવર નાખી શકાશે અને બાકી બોલરથી ફક્ત ૧-૧ ઓવર નાખી શકાશે.
૩) ટુર્નામેન્ટ બૈલી પ્રિમિયમ બોલ થી રમાડવામાં આવશે.
૪) ૨ ઓવર પાવર-પ્લે રહેશે જેમાં ૩ ફિલ્ડર ૩૦ યાર્ડસ ની બહાર રહી શકશે.
૫) આ ટુર્નામેન્ટ માં એલબીડબ્લયુ આઉટ રાખવામાં આવેલ નથી.
૬) આ ટુર્નામેન્ટમાં જો મેચ ટાઈ થાય તો એક જ સુપર ઓવર રાખવામાં આવશે અને સુપર ઓવર માં ચેઝ કમ્પલસરી છે.
૭) આ ટુર્નામેન્ટમાં નો બોલ, વ્હાઈટ બોલ, ઓવર થ્રો ના રન્સ કાઉન્ટ કરવામાં આવશે અને નો બોલ પર ફ્રી હીટ પણ રાખવામાં આવશે.
૮) આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં કમ્ફર્ટ માટે ટી-શર્ટ, ટ્રેક પેન્ટ અને શુઝ કમ્પલસરી છે આના સિવાય આઉટફીટ ચલાવી લેવામાં આવશે નહીં.
૯) આ ટુર્નામેન્ટ માં અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે અને દલીલ કરનાર ટીમ ડીસક્વોલીફાય થઈ જશે.
૧૦) ક્રિકેટ ટુર્નામેન્ટ માં ફેરફાર કરવાનો અધિકાર ફક્ત આયોજક નો રહેશે.