DATES
01-Mar-24 to 03-Mar-24
LOCATIONS
Rajkot Rural - Rudra Shakti Ground, Ratanpar
Porbandar - Rudra Shakti Ground Ratanpar
Rajkot - Rudra Shakti ground 2
Rajkot - Rudra Shakti Ground
Bharatpur (Rajasthan) - Rudra Shakti
આ આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સિપાઈ સમાજનાં યુવાનો એકબીજાનાં સંપર્કમાં આવે અને સિપાઈ સમાજનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં સહભાગી થાય એ રહેલો છે...
SST CUP ટુર્નામેન્ટના મહત્વના નિયમો ટુંકમાં અહિં જણાવેલ છે. બાકી તમામ વિગત ફોર્મમાં આપેલ છે. એ ખાસ વાંચી અમલ કરવો.
ખાસ નોંધ
⏩આ આયોજન ફક્ત સિપાઈ સમાજનાં યુવાનો માટે જ હોય આથી અન્ય સમાજના કોઈ પણ યુવાનોને ખેલાડી તરીકે ટીમમાં સમાવેશ કરી શકાશે નહીં....
⏩ટુર્નામેન્ટના નિતી-નિયમો તથા આયોજન બાબતેનો આખરી નિર્ણય આયોજકોનો જ માન્ય રહેશે...
⏩ટુર્નામેન્ટમાં જોડાવા ઈચ્છતી ટીમે પ્રથમ ફોર્મ ભરવાનુ રહેશે. ફોર્મ સાથે દરેક ખેલાડીએ આધારકાર્ડ અને સિપાઈ હોવાનો સરકાર માન્ય જાતીનો દાખલો અથવા લિવિંગ સર્ટિફિકેટ અથવા સિપાઈ હોવાનો સરકાર માન્ય આધાર-પુરાવો રજુ કરવાનો રહેશે.
⏩જરૂરી ડોક્યુમેન્ટ જોડી ફોર્મ સિપાઈ સમાજ ટ્રસ્ટના પોરબંદર કાર્યાલય ખાતે પહોંચાડવાનુ રહેશે. ત્યાંથી ડોક્યુમેન્ટ ઓકે છે એનો ફોન આવે પછી ટીમે ફી ભરવાની રહેશે. ફી ભરી દિધા પછી જ ફોર્મ માન્ય ગણાશે.
⏩ટુર્નામેન્ટમાં 33 ટીમ વહેલા તે પહેલાના ધોરણે લેવામાં આવશે. જરૂર જણાયે ફેરફાર કરવાના તમામ અધિકાર સંસ્થાના રહેશે.
⏩ટુર્નામેન્ટ નોકઆઉટ હશે. હારે એ ટીમ બહાર થશે.
⏩ટુર્નામેન્ટ દિવસના જ રમાડવામાં આવશે. પણ સમયનો અભાવ જણાશે તો અમુક મેચ રાત્રે પણ રમાડવામાં આવશે.
⏩ટીમ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.
⏩ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી ૭,૦૦૦/- ₹ રહેશે.
⏩વિજેતા ટીમને ₹ *૨૧,૦૦૦/-* અને રનર્સઅપ ટીમને ₹ *૧૫,૦૦૦/-* તથા ટ્રોફી ઈનામ રુપે આપવામાં આવશે.
⏩પ્રત્યેક મેચમાં મેન ઓફ ધ મેચ અને ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ તેમજ બેસ્ટ બોલર અને બેસ્ટ બેસ્ટમેનને મોમેન્ટો આપવામાં આવશે.
⏩સંપૂર્ણ નિતી નિયમો ફોર્મમાં જણાવ્યા મુજબના જ રહેશે.
વધુ માહિતી માટે તથા ટીમની નોંધણી કરાવવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો
1) ડો. અવેશભાઈ ચૌહાણ
9824243218
2) આસીફભાઈ સિપાઈ
8460678692
3) ડો. તૌસીફખાન પઠાણ
8866055555
4) મોહસીનખાન પઠાણ
9228432560
5) અઝીઝભાઈ ચૌહાણ
9909521606