यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर: |
तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम ||
શ્રી અઢાર ગામ માછી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ ટીમ બનાવવાના નિયમો
*આપનો ઉદ્દેશ્ય શુ છે ???*
*આ ટુર્નામેન્ટ નો હેતુ આપણા શ્રી અઢાર ગામ માછી સમાજ ના દરેકે દરેક ભાઈઓના ઐક્ય વધારવા માટે છે આપણા સમાજ ને એક આગવી ઓળખાણ મળે તેમજ સમાજ ના YOUNGSTARS સામાજિક કાર્ય કરવા માટે પ્રેરાય તે માટે કરવામાં આવેલ છે.*
દરેક ભાઈ (પ્લેયર) પોતાના ગામ ની ટીમમાંથી જ રમી શકશે. આધારકાર્ડ ફરજીયાત લાવવાનું રહેશે. આધાર કાર્ડ વગર ટીમ માં તે ભાઈ ને રમાડી શકશે નહિ.
શ્રી અઢાર ગામ માછી સિવાય ના કોઈ પણ જાતિ નો ભાઈ આ ટુર્નામેન્ટ માં ભાગ લઇ શકે નહિ અને જો રમતા જણાશે તો આખી ટીમ ની માન્યતા રદ્દ કરવામાં આવશે.