Rajkot - BH Gardi College Of Engineering And Technology
BALL TYPE
TENNIS
Other Details
માહી ક્રિકેટ લિગ (MCL) 2019-20 ની પ્રાથમીક જાણકારી-
આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર માહી ના કર્મચારી (ઓફ રોલ કર્મચારી સાથે)ઓ માટેજ છે. જેમાં કંપનીની બહારની વ્યકિત ભાગ લઈ શકશે નહીં, તેમ છતાં કોઈપણ સમયે બહારની વ્યકિત ભાગ લેતા જણાશે તો તાત્કાલીક અસરથી તે ટિમને ક્રિકેટ ટુર્નામેન્ટ માંથી બહાર કરવામાં આવશે અને હરીફ ટીમને એક સ્ટેપ આગળ મોકલવામાં આવશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેક ટિમના કેપ્ટને મેચ સમયે પોતાની ફાઈનલ ટિમનું લિસ્ટ ( દરેક પ્લેયરનું માહી કંપનીનું આઈ કાર્ડ ની નકલ સાથે) મેચ શરૂ થવાના એક કલાક પહેલા MCL કમીટીના મેમ્બરને જમા કરાવવાનું રહશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોઈપણ જાતની શીસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં. જો આવુ થશે તો તે અંગેના આખરી નિર્ણયો સ્પોર્ટસ કમીટી લેશે.
મેચના નિયમો :-
દરેક મેચ ૧૬ ઓવરનો રહશે અને દરેક મેચ નોક-આઉટ રહશે.
એક બોલર વધુમાં વધુ ૪ ઓવર ફેંકી શકશે.
નકકી થયેલા ૧૧ ખેલાડીના નામ સીવાયના બીજા કોઈ ખેલાડી રમી શકશે નહી.
પ્રથમ ૪ ઓવર અને ૧૪મી ઓવર પાવર-પ્લે રહશે. જેમાં માત્ર બે ખેલાડીજ ૩૦ યાર્ડ સર્કલની બહાર રહી શકશે.
પાવર-પ્લે બાદ વધુમાં વધુ પ પ્લેયરજ માત્ર ૩૦ યાર્ડ સર્કલની બહાર રહશે.
થ્રો બોલીંગ માન્ય રહશે નહીં તથા કોઈ ખેલાડીની બોલીંગ એકસન શંકાસ્પદ જણાશે તો મેચ રેફરી તથા થર્ડ અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે.
દરેક મેચમાં WIDE BALL, NO BALL નો એક રન ગણાશે તથા LEG BYE, OVER THRAW & BYE ના રન પણ ગણાશે.
ફિલ્ડ અમ્પાયર ના નિર્ણયજ માન્ય ગણાશે તેમ છતાં તે નકકી ન કરી શકયા તેવા કિસ્સામાં થર્ડ અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે.
LBW માન્ય રહશે નહી.
એક પ્લેયર માત્ર એકજ ટિમમાંથી રમી શકશે.
MCL ટીસર્ટ-ટ્રેક માત્ર ફાઈનલ ૧૧ ખેલાડીઓને જ આપવામાં આવશે, પ્લેયર બદલવાના કિસ્સામાં ન રમનાર ખેલાડીએ પોતાનું ટીસર્ટ તેના સાથી ખેલાડીને આપી દેવાનું રહશે. MCL ટીસર્ટ-ટ્રેક વગરના પ્લેયર મેચમાં રમી શકશે નહીં.
રનર માંગી શકાશે નહીં.
મેચ ડ્રો થવાના કિસ્સામાં ''સુપર ઓવર'' થી નિર્ણય કરવામાં આવશે.
મેચ નો સમય, તારીખ અને સ્થળ બદલી શકે છે જેના તમામ હકક સ્પોર્ટસ કમીટીને છે.
આ સીવાય સ્ટાન્ર્ડડ અમ્પાયરીંગ રૂલ માન્ય ગણાશે તથા મેચમાં વિવાદના કિસ્સામાં મેચ રેફરીનો નિર્ણય ફાઈનલ રહશે.
આ સીવાય તમામ આખરી નિર્ણયો સ્પોર્ટસ કમીટીના રહશે જે તમામને માન્ય રહશે.
કોઈપણ ખેલાડી મેદાન કે સંપુર્ણ કેમ્પસમાં ફાકી, ગુટકા, સીગરેટ કે અન્ય કેફી પદાર્થનું વ્યસન કરવાનું નથી જો આમ કરતા માલુમ પડશેતો તે ખેલાડીને ટુર્નામેન્ટમાંથી બરતરફ કરવામાં આવશે તેમજ ટીમ ઉપર શીક્ષાાત્મક પગલા લેવામાં આવશે.
જે પણ ટીમને ગ્રાઉન્ડ ઉપર પહોંચવાનો સમય આપેલ છે તેના કરતા અડધો કલાક પહેલા રીપોર્ટ કરવા વિનંતી.
ખાસ નોંધ - MCL એ માત્ર કંપનીના કર્મચારીઓના મનોરંજન અર્થાતે છે આ ટુર્નામેન્ટ કોઈ હરીફાઈના હેતુથી રમાડવામાં આવતી નથી જેથી સમય-સંજોગ અનુશાર કોઈપણ કારણસર કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે જેમા બે ટિમ વચ્ચેનો મેચ પણ બદલી શકે છે. કોઈપણ ફેરફારના સંજોગમાં કોઈ ટીમે વાંધો ઉઠાવવાનો નથી અને જો આમ કરવામાં આવશે તો તે ટીમને MCL માંથી બરતરફ કરવામાં આવશે. જેની તમામ ખાસ નોંધ લેશો.
Want to get in touch with the Maahi Cricket League 2020(MCL)? Download the CricHeroes App!