ક્રિકેટ ટુર્નામેન્ટ
ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન તારીખ:- 8,9,11 અને 12 જાન્યુઆરી ના રોજ કરવામાં આવેલ છે. ટુર્નામેન્ટમાં પસંદ થયેલ ખેલાડીઓની યાદી આ નોટીસ સાથે પ્રદર્શિત કરેલ છે. જે દિવસે જે ટીમનો મેચ હશે તેમની એક દિવસ પહેલા નોટીસ દ્વારા કયા સમયે હાજર રહેવું એ જાણ કરવામાં આવશે. પોતાની ટીમનો મેચ પૂર્ણ થયા બાદ ચાલુ કામ પરથી આવેલ કર્મચારીઓએ કંપની પર આવી ફરીથી કામ પર જોળાય જવાનું રહેશે.
ગ્રાઉન્ડ :- શિવમ ક્રિકેટ ગ્રાઉન્ડ & એકેડેમી (વડ વાજાડી)
સમય :- એક દિવસ અગાવ જણાવવામાં આવશે
સ્થળ :- દરેક ખેલાડીઓએ આપેલા સમયે મેઇન યુનિટ એકઠા થઇ બસ દ્વારા ગ્રાઉન્ડ સુધી આવવાનું રહેશે.
ક્રિકેટ ટુર્નામેન્ટના નિયમો
• ક્રિકેટ ટુર્નામેન્ટનો હેતુ હાર-જીત નો નહિ પરંતુ આપણી ગોપાલ પરિવારની ભાવના વધે તથા કર્મચારીને રીફ્રેશ્મેન્ટ મળી રહે એ બાબત નો છે.
• દરેક ખેલાડીઓ એ ખેલદિલી દાખવીને રમવું. કોઈ પણ જાતની અડચણ ઉભી કરવી નહિ.
• મેચ દરમિયાન અમ્પાયરનો નિર્યણ આખરી રહેશે.
• ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી ખેલાડીઓએ બસ દ્વારા જ પહોચવાનું રહેશે.
• બધી લીગ મેચો 12 ઓવરની રહેશે.
• બંને સેમી ફાઇનલ અને એલિમિનેટર 15 ઓવરના રહેશે.
• ફાઇનલ 20 ઓવરની રહેશે.
• લીગ મેચમાં એક ખેલાડી 4 ઓવર તથા બાકીના ખેલાડી 3 ઓવર ફેકી શકશે. સેમી ફાઇનલ અને એલિમિનેટરમાં બે ખેલાડી 4 ઓવર તથા બાકીના ખેલાડી 3 ઓવર ફેકી શકશે. ફાઈનલમાં બે ખેલાડી 5 ઓવર તથા એક ખેલાડી 4 ઓવર તથા બાકીના ખેલાડી 3 ઓવર ફેકી શકશે.
• ઓવર થ્રો , વાઈડ, નો બોલ, બાય લેગ બાય ના રન રહેશે.
• LBW માન્ય રહેશે નહિ.
• મેચ ટાઈ થશે તેવા કેસમાં સુપર ઓવર કરવામાં આવશે.
• હાફ ગ્રાઉન્ડ માં 5 ખેલાડીઓ રાખવા જરૂરી છે
• એકસન થ્રો મા અમ્પાયર નો નિર્ણય આખરી ગણાશે
• દરેક ઓવર પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડની ડાયરેક્સન ચેન્જ કરવામાં આવશે નહિ.
• ગ્રાઉન્ડમાં કચરો કરવાની સખ્ત મનાઈ છે.
• મેચ દરમિયાન ગ્રાઉન્ડ માં અમ્પાયર સીવાય કોઈ પણ ખેલાડીઓ એ બેસવું નહી.
• નો બોલ હશે ત્યારે ફ્રી હીટ રાખવામા આવશે.
• પાવરપ્લે માં 4 ઓવર મા 3 ખિલાડી 30 યાર્ડ સર્કલની બહાર રાખવાના રહશે.
• નોન પાવરપ્લે મા 5 ખિલાડી 30 યાર્ડ સર્કલની બહાર રાખવાના રહશે.
• ખેલાડી નોરમલ પરિસ્થિતી મા રનર રાખી શકેશ નહિ.