૧- તમામ પ્રીમિયર મેચ ૧૨ ઓવર ની રહેશે જયારે સેમી ફાઇનલ અને ફાઇનલ ૧૪ ઓવર ની રહેશે અને સમય અનુસાર ઓવર માં ફેરફાર થઇ શકે છે.
૨. એક બોલર ને ૩ ઓવર નાખવાની રહેશે. ૩ ઓવર થી વધારે નાખી શકશે નહિ.
૩. પાવરપ્લે ૩ ઓવર નો રહેશે.
૪. પાવરપ્લે માં સર્કલ ની બહાર ૩ પ્લેયર રાખવાના રહેશે.
૫. અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે જેથી કોઈ પણ દલીલ કરવી નહિ.
૬. અમ્પાયર સામે દલીલ કરશે તો ૫ રન ની પેનલ્ટી આપી શકશે.
૭. એક્શન થ્રો ચાલશે જયારે છુટ્ટા થ્રો ચાલશે નહિ. જેમાં અમ્પાયર નો નિર્ણય ફાઇનલ રહેશે.
૮. મેચ ટાઈ થશે તો ૧ ઓવર ની સુપર ઓવર રમાડવામાં આવશે.
૯. સુપર ઓવર ટાઈ થશે તો ફરીથી સુપર ઓવર રમાડવામાં આવશે.
૧૦. બેટ્સમેન ડિકલેર થશે નહિ આઉટ થવાનું ફરજીયાત રહેશે.
૧૧. પાવરપ્લે માં ૩ ઓવર સુધી નવો બોલ લેવામાં આવશે. પેલા ૩ ઓવર માં બોલ ખોવાઈ જાય તો ફરીથી નવો બોલ લેવામાં આવશે.
૧૨. પાવરપ્લે પછી બૉઉન્ટ્રી પર ૬ પ્લેયર રાખવામાં આવશે એનાથી વધારે રાખી શકાશે નહિ.
૧૩. કોઈ પણ પ્લેયર ને રનર મળશે નહિ ઈન્જર્ડ પ્લેયર ને પણ મળશે નહિ.
૧૪. બોલિંગ નાખતી વખતે બેટ્સમેન ને એકવાર વોર્નિંગ આપવાની રહેશે બોલિંગ સાઈટ ક્રિઝ છોડતી વખતે.
૧૫. મેચ દરમિયાન જો કોઈ પણ જાતની બોલાચાલી ને તકરાર થશે તો મેચ રેફરી માં રહેલ ૫ સભ્યો જે નિર્ણય લેશે તે માન્ય રાખવામાં આવશે.
૧૬. મેચ ૯૦ મિનિટ માં પુરી કરવાની રહેશે. એ ટાઈમ અનુસાર બદલી શકે છે.
નોંધ: નિયમો માં ફેરફાર મેનેજમેન્ટ કમિટી ને આધીન છે.