NAME
SPL-6 16 Gam Leuva Patel Mumbai
DATES
28-Jan-23 to 26-Feb-23
LOCATIONS
Mumbai - Pathare Wadi
BALL TYPE
TENNIS
SPL-6 નીતિ નિયમો
1. નિયમો તમામ ટીમો માટે સમાન હશે.
2. ટુર્નામેન્ટ રમવાની ફી ૧5,૦૦૦ પ્રતિ ટીમ રાખેલ છે.
3. ફર્સ્ટ મેચ તીવ્ર 7.00 કલાકે શરૂ થશે. .
4. મેચ સ્ટાર્ટ થવાના ૩૦ મિનિટ પહેલા હાજરી આપવી... જો કોઈ ટીમ સમય સર હાજર નહિ હોય તો તે ટીમ ને તે મેચ માટે ડીસ્ક્યુલિફાય ગણવામાં આવશે. અને સામે ની ટીમ ને 1 પોઇન્ટ થી પૃસ્ક્રીત કરવામાં આવશે.
5. દરેક ટીમને 32 મિનિટ પહેલા તેમની બૉલિંગ ઇનિંગની 8 મી ઓવર શરૂ કરવી પડશે. 1 ઇનિંગ્સ 35 મિનિટ ની રહશે. (ફિલ્ડિંગ ટીમ મર્યાદિત સમય માં ઓવેર પુરી ન કરે તો વધારાની ૫ મિનીટના ૫ રન નું ટાર્ગેટ વધારે મળશે)
6. વિકેટ પડતાજ બીજા બેટ્સમેનએ ફિલ્ડ પર તરતજ હાજર થઇ જવું.
7. કોઈ પણ ખેલાડીએ કોઈપણ નિર્ણય પર અમ્પાયર સાથે દલીલ કરવી નહિ: અમ્પાયર નિર્ણય અંતિમ નિર્ણય છે.
8. લાઈન ક્રોસ કરીને બૉલિંગ થાય તો નો બોલ પર ફ્રી હિટ આપવામાં આવશે.
9. આ ટુર્નામેન્ટ TENNEX બોલ (હેવી ડ્યુટી) દ્વારા રમવામાં આવશે.
10. લીગ મેચ સિવાય ની મેચ ટાઈ થાય તો, સુપર ઓવર થી નિર્ણય લેવામાં આવશે.( ૪ પ્લેયર ના નામ ડિકલેર કરવા. જે બૉલિંગ કરશે એ બૅટિંગ નહિ કરી શકે તેમજ બૅટિંગ કરનાર બૉલિંગ નહિ નાખી શકે.)
11. પાવર પ્લે મા 2 પ્લેયર 30 યાર્ડ ની બહાર ને નોર્મલ ઓવર મા 6 પ્લેયર 30 યાર્ડ ની બહાર બહાર રાખી શકાશે. 8 ઓવર ની મેચ મા 2 પાવર પ્લે ઓવર રહશે. 10 ઓવર ની મેચ મા 3 પાવર પ્લે ઓવર રહશે. 12 ઓવર ની મેચ મા 4 પાવર પ્લે ઓવર રહશે.
12. કેચ આઉટ થાય ત્યારે ન્યુ પ્લેયર સ્ટ્રાઇક પર આવશે.
13. નોન સ્ટ્રાઇકરને આઉટ કરવો (માંકડીંગ), એટલે કે બોલીંગ નાખ્યા પહેલા જો રન લેવાના પ્રયાસ કરવામાં આવશે, તો કોઈ પણ ચેતવણી આપ્યા વગર આઉટ કરી શકસે. બોલ કાઉન્ટ થેસે નહીં.
14. બોલર ને વધુ માં વધુ 2 ઓવેર નાખવા મળશે. કોઈ કારણ સર બૉલર તેની બૉલિંગ પુરી ના કરી શકે તો બીજા 11 પ્લેયર માંથી 1 ને તેની અધૂરી ઓવર પુરી કરવાનો ચાન્સ મળશે.( અધૂરી બૉલિંગ પુરી કરવા આવેલ પ્લેયર ની 2 ઓવર પુરી થયેલી ના હોવી જોઈએ)
15. બેટ્સમેન ઘાયલ થાય અને તે રન દોડવા માં સક્ષમ ના હોય તો તેને રનર માટે ફિલ્ડ સાઇડ ના કેપ્ટન નો નિર્ણય માનવાનો રહશે.
16. કોઈપણ સ્ટુડન્ટ ને ટીમ માં રાખવાની સંપૂર્ણ જવાબદારી ટીમ અને સ્ટુડન્ટ ના માતા પિતા ની રહેશે.
17. સમિતિ તરફથી ચા નાસ્તો અને જમવાની સગવડ કરવામાં આવશે.
18. સ્કોરર ની બાજુમાં રમનાર ટીમ ના એક એક પ્લેયર એ બેસવાનું રહેશે.
19. રમત દરમિયાન ઉત્સાહ માં આવી મેદાન ની અંદર જવું નહિ. બૌન્ટ્રી ની બહાર જ આનંદ ઉલ્લાસ મનાવો.
20. ટુર્નામેન્ટ ના દિવસો દરમિયાન દરેક ટીમ ના ખેલાડીઓ એ સ્થળ પર હાજર રહેવું. અનિવાર્ય કારણો સર કોઈ પણ ટીમ ને રમાડવા પડે તો રમાડી શકાય.
21. ટૉસ દરમિયાન સંપૂર્ણ ટીમ એ હાજરી આપવી.
22. અશોભનીય વર્તન અને અપશબ્દો બોલવા જેવી ગેર વર્તન કરનાર પ્લેયર ને ડીસ્ક્યુઅલીફાય કરવાની સંપૂર્ણ જવાબદારી કમિટિ ની રહેશે. (મેદાન પર હાજર રહેનાર કોઈપણ ટીમ ના પ્લેયર એ ગેરવર્તન કરવું નહિ. જો કોઈ જાણ થશે તો તેને રમવા દેવામાં નહીં આવે)
23. કોઈ પણ અડચણ કે વિઘ્ન વગર ટુર્નામેન્ટ સફળ બનાવવા આપના સહકાર ની જરૂર છે.
24. ઉપરોક્ત નિયમનો સહુ ની સલાહ થી બનાવવામાં આવેલ હોય, જેથી તેનું પાલન કરવું.
25. ટુર્નામેન્ટનું આયોજન કરવાનો ઉપદેશ આપણા સમાજનાં લોકો વચ્ચેના ભાઈ-ચારા માટે છે, જેથી તેની ગરિમા જળવાય રહે તેનું ધ્યાન આપણે જાતે જ રાખવા નું છે, તો કોઈ પણ પ્રકાર નો વિખવાદ કરવો નહિ.
26. કોઈ પણ જાત ના ફેરફાર કરવાનો સંપૂણ હક મેનેજમેન્ટ નો રહેશે.