NAME
Nadiad Dabagr Samaj Cricket Tournament 2023 (Quardingle Series)
DATES
26-Feb-24 to 28-Feb-24
LOCATIONS
Nadiad - Gym Khana Ground Uttarsanda
BALL TYPE
TENNIS
ટુર્નામેન્ટના મુખ્ય નિયમ :-
૧). આ ટુર્નામેન્ટ ડબગર સમાજની ૪ ટીમો વચ્ચે રમાડવામાં આવશે અને આમાં ફકત ડબગર સમાજના ભાઈઓ જ ભાગ લઇ શકશે. ટુર્નામેન્ટની એન્ટ્રી ફી ૨૫૦૦/- રાખેલ છે.
૨). ટુનાર્મેન્ટની શરૂઆત તારીખ ૧૨/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૭.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. તેની દરેક ટીમે નોંધ લેવી અને આખી ટુનાર્મેન્ટ દરમ્યાન સમયમર્યાદા સાચવવી અને લોસ પ્રમાણે સમયસર ગ્રાઉન્ડપર હાજર રહેવું જેથી આપણો કાર્યક્રમ સમયસર આગળ વધતો રહે.
૩). દરેક મેચ NIVIA ના ગ્રીન બૉલથી રમાડવામા આવશે.
૪). દરેક મેચ ૧૨ ઓવર ની રહેશે.એક ઇનિંગ માટે વધુમાં વધુ ૫૦ મિનિટનો સમય આપવામાં આવશે.
૫). પાવર-પ્લે પ્રથમ ૩ ઓવરનો રહેશે.પાવરપ્લે દરમિયાન ફક્ત ૨ ખિલાડી સર્કલ ની બહાર ઊભા રહી શકશે. પાવર-પ્લે બાદ સર્કલ બહાર વધુ મા વધુ ૫ ખિલાડી જ ઊભા રહી શકશે.(લેગ સાઇડમા ૫ થી વધુ ખિલાડી ઊભા રહી શકશે નહીં)
૬). ટુર્નામેન્ટ સંપૂર્ણ રીતે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના નિયમો મુજબ રમાડવામાં આવશે. (LBW નો નિયમ સિવાય) રનરેટ પણ તે મુજબ જ કાઢવામાં આવશે. એક સરખી રનરેટ આવે તેવા સંજોગોમાં અને ફાઈનલમાં ટાઈ થાય ત્યારે સુપર ઓવર રમાડવામાં આવશે.
૭). આ ટુર્નામેન્ટમાં મેચ દરમ્યાન કોઈ ખિલાડી આઉટ થાય ત્યારે નવો જ ખિલાડી સ્ટ્રાઇક પર આવશે.
૮). દરેક ટીમે ૧૪ ખિલાડીના નામ જાહેર કરવાના રહેશે.( મેચ શરૂ થાય તે પેહલા ૧૨ ખિલાડીના નામ ફરિજયાત આપવાના રહેશે.)
૯). દરેક ટીમોનો ડ્રેસકોડ ફરજીયાત રહેશે.
૧૦). ટુર્નામેન્ટ દરમિયાન કોઈ પણ ખિલાડી કેફી કે નશીલા પદાર્થ નું સેવન કરશે નહીં.
૧૧). સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમ્પાઇર નો નિર્ણય આખરી ગણાશે.
૧૨). ઉપરોક્ત બધા નિયમોનું સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાલન કરી અમોને સાથ-સહકાર આપવા નમ્ર વિનંતી.
નોંધ :- રાત્રે જમવાનું રાખેલ નથી દરેક ટીમ મેચ પૂર્ણ થયા બાદ તેમજ ટ્રોફી વિતરણ બાદ રવાના થશે.
Want to get in touch with the Nadiad Dabagr Samaj Cricket Tournament 2023 (Quardingle Series)? Download the CricHeroes App!