FriendZ Premier League-2
ટુર્નામેન્ટ ના નિયમો :-
1.જે વ્યક્તિઓ(ટીમ નહી) ને જવાબદારી આપવામાં આવી છે તે શિવાય ના તમામ સભ્યોએ સમયસર ૬:૦૦ વાગ્યે ગ્રાઉન્ડ પર ફરજિયાત હાજર થઈ જવું
2. પેહલી મેચ 7:00 વાગ્યે ચાલુ થઈ જવી જોઈએ નહિતર ઓવર કાપશે. તેનું ધ્યાન રાખવું.
3. બધી જ મેચમાં ફાઇનલ નિર્ણય અમ્પાયર નો જ રહેશે. અને તેની તમામ જવાબદારી કેપ્ટન ની રહશે.તેથી કોઈ એ ખોટી દલીલ કરવી નહિ અને અમ્પાયર ના નિર્ણય ને હસતા હસતા સ્વીકારવા નો રહશે.
4. અમ્પાયર રમનાર બે ટીમ શિવાય ની બીજી બે ટીમ માંથી કોઈ પણ રાખવા માં આવશે.
5. તમામ મેચ ૧૨ ઓવર ની રમાડવામાં આવશે. એક બોલર 3 ઓવર અને બાકી ના બે ઓવર જ નાખી શકશે.
6.દરેક ટીમ માં ૧૩ ખેલાડીઓ રહશે. તેમાંથી મેચ માં ૧૨ ખેલાડીઓ એ ફિલ્ડિંગ ભરવાની રહેશે અને બેટિંગ ૧૩ ખલાડી ની આવશે
7. મેચ માં ૧૨ ખેલાડીઓ ફિલ્ડિંગ માં હોવા ને કારણે એક ખેલાડી સ્લીપ માં ફરજિયાત રાખવા નો રહશે તેનું ખાસ ધ્યાન રાખવું નહિતર No-Ball આપવામાં આવશે.
8. No-Ball પછી નો બોલ free-hit રહશે. બેટ પર બોલ અડીને જસે તો No-Ball ગણાશે નહિ.
9. કોઈ પણ ખેલાડી કેચ આઉટ થાય એના પછી નો આવનાર ખેલાડી ફરજિયાત સ્ટ્રાઇક પર જ રહેશે.
10. પાવરપ્લે પેહલી ૩ ઓવર નો રહશે. પાવરપ્લે માં 3ખેલાડી ઈન-સાઈડ સર્કલ ની બહાર રહી શકશે. ત્યાર બાદ ની ઓવરો માં ૫ ખેલાડીઓ બહાર રાખી શકાશે.
11. મેચ માં ૩ ઓવર સુધી માં બોલ ખોવાશે તો નવો જ બોલ લેવા નો રહશે.
12. કોઈ પણ મેચ અગર ટાય થશે તો super over રમાડવા માં આવશે.
13. ફાઈનલ માં કઈ ટીમ આવશે તે CRICHEROES ના એપ્લિકેશન ના પોઇન્ટ ટેબલ ના પ્રમાણે નક્કી કરવા માં આવશે.
14. આ નિયમો શિવાય ની જો કોઈ તકલીફ ચાલુ માં થશે તો જે બે રમનાર ટીમ શિવાય ની બીજી બે ટીમ ના કેપ્ટન જે નક્કી કરશે તે રમનાર ટીમો એ માન્ય રાખવા નું રહશે.
15. ફાઈનલ મેચ પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ ખેલાડીએ ગ્રાઉન્ડ ની બહાર જવાનું નથી.
16. આ બધા જ નિયમો તમામ ટીમો ના કેપ્ટન ને માન્ય રાખી ને બનાવવા મા આવેલ છે.