test
player picture
Friends Premier League-3
Surat4062 Views
07-01-2023 to 08-01-2023
  • 6Total Matches
  • 5Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Friends Premier League-3

DATES

07-Jan-23 to 08-Jan-23

LOCATIONS

Surat - Kv Club Kimamli

BALL TYPE

TENNIS

Other Details

Friends Premier league-3 (2023)

1 :- દરેક મેચ 14 ઓવર ની રહેશે.
2 :- પેહલી 4 ઓવર પાવરપ્લે રહેશે.
3 :-  પાવર પ્લે મા ટોટલ 2 ખેલાડી સર્કલ ની બહાર રાખી શકશે.
4 :-  કોઈપણ ૨ બોલર વધુ માં વધુ ૩ ઓવર અને બાકી ના બોલર ૩ કરતા ઓછી ઓવર નાખી શકશે.
5 :-  પવાર પ્લે પછી સર્કલ ની બહાર 5 ખેલાડી બહાર રાખી શકશે.
6 :-  લેગ સાઈડ મા વધારે મા વધારે 5 ખેલાડી રાખી શકશે (લેગ સ્લીપ નો ખેલાડી ગણવામાં આવશે નહીં  તે પણ કીપર ની બાજુ મા હશે તોજ લેગ સ્લીપ ગણાશે )
7 :- અમ્પાયર નો નિર્ણય આખરી નિર્ણય ગણવામાં આવશે. (અમ્પાયર સામે કોઈ દલીલ કરવાની નહીં)
8 :- મેચ નવા બોલ થી ચાલુ કરવાની રહેશે જો બોલ પાવર પ્લે પેહલા ખોવાશે તોજ નવો બોલ આપવાનો રહેશે. (પાવર પ્લે પછી બોલ ખોવાય તો જૂનો બોલ આપવામાં આવશે )
9 :- કોઈ ખેલાડી નશો કરીને આવશે તો તેને ટુર્નામેન્ટ માંથી હટાવવામાં આવશે. (પાન  માવા સિવાય ખેલાડી નશો કરશે તો કેપ્ટન ની જવાબદારી રહેશે બહાર કાઢવાની).
10 :- ટાઈમ ના અભાવે  ઓવર ઓછી કરવાની થશે તો તેનો નિર્ણય મેચ ના બન્ને કેપ્ટન ની સમજૂતી થી કરવામાં આવશે.
11 :- મેચ ટાઈમ સર પુરી કરવાની રહેશે તો ટાઈમ વધારે લેશે તો ઓવર કપાશે તેનો નિર્ણય અમ્પાયર લેશે પછી કોઈ માથા ફૂટ કરી નહીં.
12 :- જે ટીમ માંથી ખેલાડી રજા ઉપર હશે તો તેના બદલામાં બીજો ખેલાડી મળશે નહીં બાકી ના ખેલાડીઓ થી જ રમવાનું રહેશે.
13 :- ટીમ ની બધી જવાબદારી ટીમ ના કપ્તાન ની રહેશે.
14 :- આ નિયમ જેને પાલન કરવાનાં હોય તે જ ટુર્નામેન્ટ મા ભાગ લેજો નહીંતર પેહલી થી ટુર્નામેન્ટ ની બહાર થઈ જાવું.
15 :- નો બોલ મા ફ્રી હિટ રહેશે.
16 :- ઇજાગ્રસ્ત ખેલાડી ને રનર મળશે નહીં
17 :- ટોટલ 11 ખેલાડી બોલર સાથે પછીના બધા સ્લીપ મા રાખવાના રહેશે.
18 :- મેચ ટાઇ થાય તો સુપર ઓવર થી હાર જીત નક્કી કરવામા આવશે. (2 ખેલાડી આઉટ થાય તો ઓવર પૂરી ગણાશે)
19 :- સવારે 6:30 વાગે ગ્રાઉન્ડ પર આવી જવાનુ રહેશે રાષ્ટ્ર ગીત વગાડીને મેચ ચાલુ કરવાની રહેશે.
20 :- મેચ ચાલુ થયા પેલા દરેક કેપ્ટન ટોસ માટે 30 મિનીટ પહેલાં આવી જવાનુ રહેશે.

21 :- આઉટ થયા પછી નવો બેટ્સમેન જ બેટિંગ સ્ટ્રાઇક માં આવશે.
22:- બોલર પોતાના રનઅપ માં નોન સ્ટ્રાઈકર ખેલાડી ને ડાયરેક્ટ રન આઉટ નહીં કરી શકે પહેલા અમ્પાય થી વાર્નિંગ મળશે.
23 :- પેહલી મેચ 7 વાગે ચાલુ કરવાની રહેશે જો લેટ થશે તો 12ઓવર ની કરવામાં આવશે.
24 :- એક ઇનિંગ 55મિનિટ ની અંદર પુરી કરવાની રહેશે
25 :- દરેક ૭ ઓવર પછી બોલિંગ એન્ડ બદલાય જશે અને બધી નવી ઈંનિંગ એક જ એન્ડ થી ચાલુ થશે .
26  :- આ ટુર્નામેન્ટ કોઈ કમાવવાની ભાવના થી નથી રમાડવાની એક મિત્રો નું ગ્રુપ અને એન્જોય માટે આયોજન કરેલ છે તો સૌનો સાથ આપવાનો છે આ ટુર્નામેન્ટ સેવાના ભાવથી રમાડવાની છે.
27 :- દરેક મેચ આપડે આપડા મિત્રો સાથે રમવાની છે એટલે કોઈ એ એક બીજા સાથે માથાકૂટ કરવી નહિ અને સ્લેજીંગ મા કપડા કાઢવા નહિ બોલી ને મજા કરવાની.
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938