૧. આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી ૧૫૦૦/- રહેશે
૨. આ ક્રિકેટ લીગમાં બી.સી.સી.આઈના ( LBW સિવાય )ના બધા જ નિયમોનું પાલન કરવામાં આવશે.
૩. આ ક્રિકેટ લીગ ૧૨-૧૨ ઑવરની રમાડવામાં આવશે.
૪. આ લીગમાં મેચ ટાઈ થાય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે.
૫. સેમિફાઇનલ ૧૪ ઑવર અને ફાઇનલ ૧૬ ઑવરની રમાડવામાં આવશે.
૬. લીગની દરેક મેચમાં મેન ઓફ ધ મેચ આપવામાં આવશે.
૭. આ લીગમાં ફાઇનલ વિજેતા અને રનર્સઅપ ટીમને યોગ્ય રકમ અને ટ્રોફી આપવામાં આવશે.
૮. આ લીગમાં જે ટીમ સમય મર્યાદા કરતાં ૨૦ મિનિટ મોડી આવશે તો જે તે ટીમની ઓવર કાપવામાં આવશે.
૯. આ લીગ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવશે.
૧૦. આ લીગમાં એમ્પાયરનો નિર્ણય આખરી ગણવામાં આવશે. કોઈપણ ટીમ એમ્પાયર સાથે વાંધો ઉઠાવશે તો તે ટીમને બરતરફ કરવામાં આવશે.
૧૧. આ લીગમાં આયોજક સાથે ગેરવર્તણુક કરવા બાબતે તે ટીમને બાકાત કરી શકાશે.
૧૨. આ લીગમાં કોઈ કારણોસર તારીખ, સ્થળ અને સમયમાં ફેરફાર કરવાનો હક આયોજક કર્તાનો રહેશે.
ખાસ નોંધ - ક્રિકેટ ગ્રાઉન્ડ પર કોઈએ ગેરવર્તણુક કે અપશબ્દો બોલવા નહીં.