‘સ્વામી શ્રીજી’
ઝોનલ SSE કપ - ૨૦૨૨
# Rules, Regulation -
લીગ મેચ માટે - ૮ ઓવર
સેમી ફાઈનલ - ૧૦ ઓવર
ફાઈનલ મેચ શક્ય હોય તો ૧૨ ઓવર
બોલિંગ -
૮ ઓવર - ૩ ૩ ૨ સ્પેલ - જેમાં ૬ ઓવર બોલિંગ અને ૨ ઓવર થ્રો નાખી શકાશે.
૧૦ ઓવર - ૩ ૩ ૨ ૨ સ્પેલ - જેમાં ૨ ઓવર થ્રો નાખી શકાશે.
૧૨ ઓવર - ૪ ૪ ૨ ૨ સ્પેલ - જેમાં ૨ ઓવર થ્રો નાખી શકાશે.
એક બોલર વધુ માં વધુ ૩ ઓવર નાખી શકાશે.
બોલિંગ પાવર પ્લે - કોઈ પણ સળંગ ૨ ઓવર અને એના પછી ના સ્પેલ ની ૧ ઓવર, એમ ૩ ઓવર માટે પાવર પ્લે રાખી શકાશે.
બોલિંગ પાવર પ્લે માં નાખેલી કોઈ પણ ૨ ઓવર બોલિંગ ના વાઈડ બોલ ના રન સામે વાળી ટીમ ને મળશે નહી.
બોલિંગ પાવર પ્લે માં નાખેલી કોઈ પણ ૨ ઓવર બોલિંગ ના નો બોલ માં ફ્રી હીટ અને રન મળશે નહી.
એક ઓવર માં ૫ વાઈડ બોલ નાખશે તો ઓવર રદ્દ ગણાશે. સામે વાળી ટીમ ને વધુ ૧ ઓવર રમવા મળશે.
બોલિંગ પાવર પ્લે કઈ ઓવર માં લેવાશે તે ફિલ્ડીંગ ટીમ ના કેપ્ટને મેચ શરુ થતા પેહલા જણાવી દેવું.
બેટિંગ -
વાઈડ અને નો બોલ ના રન મળશે, સીવાય કે પાવર પ્લે ની ઓવર.
કોઈ પણ બેટ્સમેન ને રનર ની જરૂર પડે તો તે રાખી શકાશે.
બેટિંગ પાવર પ્લે - ૩ ઓવર માટે પાવર પ્લે રાખી શકાશે, જેમાં ૨ ઓવર સળંગ અને એના પછી ના સ્પેલ ની ૧ ઓવર રખાશે.
પાવર પ્લે માં કોઈ પણ એક ઓવર માં બેટ્સમેન ના રન તે ઓવર માં જેટલા કર્યા હોય એના ડબલ ગણાશે.
જેને રન બેંક પાવર પ્લે કેહવાશે, જે અગાઉ થી કેપ્ટન મેચ ચાલુ થયા પેહલા જણાવવાનું રેહશે.
પાવર પ્લે માં કોઈ પણ ૨ ઓવર માં બધા ફિલ્ડર ૩૦ યાર્ડ ની અંદર રેહશે.
ઓવર થ્રો રન ગણાશે..... જો દોડશે તો......
બેટિંગ પાવર પ્લે કઈ ઓવર માં લેવાશે તે બેટિંગ ટીમ ના કેપ્ટન મેચ શરુ થતા પેહલા જણાવી દેવું.
મેચ સમરી -
= મેચ ૧ - ક્ષેત્ર ૩ / ક્ષેત્ર ૧૭
= મેચ ૨ - ક્ષેત્ર ૪ / ક્ષેત્ર ૧૬
= મેચ ૩ - ક્ષેત્ર ૧૦ / ક્ષેત્ર ૧૭
= મેચ ૪ - ક્ષેત્ર ૩ / ક્ષેત્ર ૪
= મેચ ૫ - ક્ષેત્ર ૧૦ / ક્ષેત્ર ૧૬
બધા જ ખેલાડી ઓ એ મેદાન ઉપર સવારે ૯.૩૦ વાગે પહોચી જવું.
શક્ય હોય તો બધા જ ખેલાડી ઓ બ્લેક ટ્રેક અને વ્હાઇટ ટી શર્ટ શુઝ પેહરી ને જ આવવું.
લીગ મેચ ની રન રેટ મુજબ સેમી ફાઈનલ માં ૪ ટીમ જશે.
જો કોઈ ટીમ બંને મેચ હાર્યું હોય પણ રન રેટ વધુ હોય તો તેને સેમી ફાઈનલ માં જવાનો ચાન્સ રેહશે.
કોઈ પણ મેચ માં અમ્પાયર નો નિર્ણય જ માન્ય રાખવા માં આવશે.
જે ટીમ રમતી હશે એના કોઈ ખેલાડી અમ્પાયર તરીકે રાખી શકાશે નહી. અન્ય ટીમ ના ખેલાડી જ અમ્પાયર તરીકે રહી શકશે.
બંને ટીમ ની રમત ૬૦ મીનીટ માં પૂરી થઇ જવી જોઈએ, જો તેમાં જેટલી મીનીટ મોડું થશે એટલા રન જે તે ટીમ માં થી બાદ કરવા માં આવશે.
દા:ત - ક્ષેત્ર ૩ ની ટીમે તેની બોલિંગ પૂરી કરતા ૩૫ મીનીટ લીધી તો તેના ૫ રન તેના ટોટલ રન માંથી ઓછા ગણવામાં આવશે.
દરેક ટીમ પેનલ્ટી રન ના થાય તેના માટે સમય ના બગાડે અને એલર્ટ રહી મેચ પૂરી કરે.
કાર્યકરો પાણી ની બોટલ ભરી ને લઇ ને આવે.
કોઈ પ્રશ્ન હોય તો સતીષભાઈ ને સંપર્ક કરવો
તા, - ૦૬.૦૩.૨૦૨૨
સમય - સવારે ૯.૩૦ થી સાંજે ૭.૦૦ સુધી.
સ્થળ - ગામ - ગામડી, સ. પ. રીંગ રોડ ઉપર, વટવા ગામ સામે
( ગુગલ લોકેશન મોકલવા માં આવશે.)