મેચ રમવા માટેના અગત્યના નિયમો :-
- આ ટુર્નામેન્ટ હેવી ટૅનિસ બોલથી રમાડવામાં આવશે.
- આ ટુર્નામેન્ટની શરૂઆત સિક્કા ઉછારથી કરવામાં આવશે, જે ટીમ ટોસ જીતશે એ ટીમ બેટિંગ અથવા બોલિંગ પસંદ કરી શક્શે.
- આ ટૂર્નામેન્ટમાં રમનાર ખેલાડીની સંખ્યા ૧૧(અગિયાર) રહશે.
- આ ટૂર્નામેન્ટમાં ૧૦(દસ) ઓવરની મેચ રમાડવામાં આવશે.
- આ ટૂર્નામેન્ટમાં પહેલી ૩(ત્રણ) ઓવર પાવર પ્લે રહશે, એટલે કે પાવર પ્લે ઓવરમાં વધારે માં વધારે ૨(બે) જ ખેલાડી સર્કલની બહાર રાખી શક્શે.
- નિયમ નંબર ૫(પાંચ) પ્રમાણે જે ટીમમાં રમનાર ખેલાડીની સંખ્યા ૧૦(દસ) હસે તો પાવર પ્લે ઓવરમાં માત્ર ને માત્ર ૧(એક) જ ખેલાડી સર્કલની બહાર રાખી શકશે, એજ રીતે જો રમનાર ખેલાડીની સંખ્યા ૧૦(દસ) થી ઓછી હસે તો સર્કલની બહાર ૧(એક) પણ ખેલાડી રાખી શક્શે નહી.
- જો 3(ત્રણ) ઓવર પૂરી થવા પેલ્લા કોઈ પણ કારણસર ટેનિસ-બોલ બદલવામાં આવશે તો નવો ટેનિસ-બોલ આપામા આવશે.
- આ ટુર્નામેન્ટમા વધારે માં વધારે કોઈ પણ ૨(બે) બોલરથી જ ૩(ત્રણ) ઓવર નાખી શકશે, એટલે કે ફરજિયાત પણે ૪(ચાર) બોલર કરવાનાં રહશે.
- દરેક નો-બોલ (No-Ball) ફ્રી-હિટ (Free-Hit) ગણવામાં આવશે.
- દરેક ટીમે બધી જ ટીમ જોડે ૨(બે)-૨(બે) મેચ રમવાની રહશે.
- આમ નિયમ નંબર ૧૦(દસ) પ્રમાણે ૧(એક) ટીમે ટોટલ ૬(છ) મેચ રમવાની રહશે અને એમાંથી ૪(ચાર) મેચ જીતવાની રહશે, જો કોઈ પણ ટીમ ૩(ત્રણ) મેચ જીતશે તો એ ટીમને રન-રેટ દ્વારા ને ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલી ૨ (બે) આવશે એ બન્ને ટીમ ડાયરેક્ટ ફાઇનલ મેચમાં પ્રવેશ કરશે.
- જો મેચ ટ્રાય થશે તો સુપર ઓવર રમાડવામાં આવશે.
- સુપર ઓવરમા પણ જો મેચ ટ્રાય થશે તો જે ટીમ ની બાઉંત્રી વધારે હશે તે ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે.
- આ ટુર્નામેન્ટમાં કાયદેસર રીતે રેગ્યુલર બોલર જ માન્ય ગણાશે.
- આ ટૂર્નામેન્ટમાં અમ્પાયર જે કંઈ પણ નિર્યણ લેશે એને ફરજીયાત પણે ધ્યાનમાં રાખી અમલમાં મૂકવામાં આવશે.
- જે પણ ટીમ ફાઇનલ વિજેતા થશે એ ટીમ ને ટ્રોફી દ્વારા પ્રોત્સાહન કરવામાં આવશે.
- જે પણ ખેલાડી પોતાનો ખૂબ સારું પરફોર્મન્સ આપશે એમને પણ ટ્રોફી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે.
- તારીખ ૧૮ અને ૧૯ આ ૨(બે) દિવસે મેચ શરૂ થવા નો ટાઇમ સવારે ૮:૩૦ AM નો રહશે, અને ૨૦ તારીખ ના રોજ મેચ શરૂ થવા નો ટાઇમ સવારે ૮:૦૦ AM નો રહશે.
- બાકીના જે કોઈ પણ ક્રિકેટના રેગ્યુલર નિયમો જે છે એને ધ્યાનમાં રાખી લેવું.
- આ બધા જ નિયમો ને ધ્યાનમાં રાખી અને એનો અમલ કરી આપણે બધા જ સમયસર આપરી જવાબદારી થી હાજર થય જઈએ એવી વિનંતી.
- આ બધા જ નિયમો બાબતે જે તે ટીમના કેપ્ટન અને જે તે ટીમના મેઇન ખેલાડી જાગૃત રહે એવી વિનંતી.