૧. આ ટુર્નામેન્ટ માં સમસ્ત ગુજરાત ના મો.ચા. રા.સ જ્ઞાતિ ની ટીમ તથા મો.ચા.રાં.સ ના ખેલાડી જ ભાગ લઇ શકાશે..( ભાણેજ તથા જમાઈ જો એ બ્રાહ્મણ હોય તો જ રમી શકે).
૨. આ ટુર્નામેન્ટ માં દરેક ટીમ દિઠ Rs. 3300 એન્ટ્રી ફી રહેશે.
૩(૧). આ ટુર્નામેન્ટ ની નોક આઉટ મેચ ૧૨ ઓવર ની રહેશે અને પાવર પ્લે ૩ ઓવર નો રહેશે. આ મેચોમાં ૪ બોલર ફરજીયાત રહેશે. કોઈ બોલર ૩ ઓવર થી વધારે નાખી શકશે નહીં. (૪ બોલર ૩ ઓવર થી વધારે નાખી શકશે નહી.)
૩(૨). આ ટુર્નામેન્ટ ની સેમિફાઇનલ મેચ ૧૨ ઓવર ની રહેશે અને પાવર પ્લે ૩ ઓવર નો રહેશે. આ મેચોમાં 5 બોલર ફરજીયાત રહેશે. એટલે ૨ બોલર ૩ ઓવર અને ૩ બોલર ૨ ઓવર થી વધારે નહી નાખી શકે.
૩(3). આ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ ૧૪ ઓવર ની રહેશે (જો બંને સેમિફાઇનલ સમયસર પૂર્ણ નહીં થાય તો ઓવર માં ઘટાડો કરવામાં આવશે) અને પાવર પ્લે ૪ ઓવર નો રહેશે. આ મેચોમાં 5 બોલર ફરજીયાત રહેશે. એટલે ૪ બોલર ૩ ઓવર અને ૧ બોલર ૨ ઓવર થી વધારે નહી નાખી શકે.
૪. પાવર પ્લે દરમ્યાન ૨ ખેલાડી INNER સર્કલ ની બહાર રહી શકશે.
૫. આ ટુર્નામેન્ટ માં THROW એક્શન ચલાવવા માં નહી આવે. THROW બોલર એક્શન સામે ફક્ત અમ્પાયરનો નિર્ણય માન્ય ગણાશે. સામેની ટીમના કોઈપણ ખેલાડી THROW એક્શન સામે અપીલ કરી શકશે નહી. જે બોલરને અમ્પાયર THROW બોલર જાહેર કરશે તે બોલર સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બોલિંગ કરી શકશે નહીં. આખરી નિર્ણય અમ્પાયર અને આયોજકોનો રહેશે.
૬. મેચ દરમ્યાન કોઈ પણ પ્રશ્ન થાય તો માત્ર કેપ્ટન જ શાંતિપૂર્વક રજૂઆત કરવાની રહેશે અને અન્ય ખેલાડી ઓ એ દરમ્યાનગીરી કરવાની રહેશે નહી.
૭. આ ટુર્નામેન્ટ આયોજન જ્ઞાતિ ના યુવાનો ના સંગઠન ના મુખ્ય હેતુ થી રમાડવા માં આવે છે એટલે બધા ખેલાડી ઓ એ સહકાર આપી ને રમવાનું રહેશે.
૮. આ ટુર્નામેન્ટ માં નો બોલ થતાં ફ્રી હિટ આપવામાં આવશે.
૯. ટુર્નામેન્ટ માં ગેરવર્તન કરનાર ટીમ તથા ખેલાડી ને ટુર્નામેન્ટ માથી બહાર કરવા માં આવશે અને એનો ફાઇનલ નિર્ણય અમદાવાદ જ્ઞાતિ ના પ્રમુખ ના હાથ માં રહેશે.
૧૦. આ ટુર્નામેન્ટ માં ૧ ખેલાડી માત્ર એક ટીમ માથી જ રમી શકશે.
૧૧. જો કોઈ મેચ માં ટાઈ થશે તો સુપર ઓવર રમાડવા માં આવશે.
૧૨. આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ખેલાડી ના નામ અને MOBILE નંબર સાથે જ્ઞાતિ ના પ્રમુખ ની સાઈન સાથે ૨૦/૦૨/૨૦૨૧ સુધી માં પહોચતી કરવા ની રહશે.ત્યાર બાદ કોઈ પણ ટીમ ની એન્ટ્રી લેવામાં આવશે નહી.
૧૩. ટીમ ની એન્ટ્રી મળી ગયા પછી ટીમ નું નામ અને ખેલાડી નું નામ બદલી શકશે નહી.
૧૪. આ ટૂર્નામેન્ટની દરેક મેચ NIVIA ના લીલા (GREEN) ટેનિસ બોલ થી રમાડવામાં આવશે. ટૂર્નામેન્ટની દરેક મેચ ની બંને ઈનિંગ નવા બોલ થી રમાડવામાં આવશે.
૧૫. ટુર્નામેન્ટ માં દરેક મેચ નું સ્કોરિંગ CRIC HEROS માં કરવા માં આવશે એટલે દરેક ટીમ એ પોતાના ખેલાડી અને ટીમ ના નામ સાથે CRIC HEROS માં નાખી દેવા માટે વિનંતી રહેશે.
૧૬. આ ટુર્નામેન્ટ માં LBW આઉટ આપવામાં આવશે નહિ અને બધા એક્સ્ટ્રા રન ICC ના નિયમ પ્રમાણે રહશે.
૧૭. આ ટુર્નામેન્ટ માં જો કોઈ પ્લેયર એ જે ટીમ માં નામે લખવ્યું હશે એની સિવાય ની ટીમ માથી રમશે તો એ ટીમ DISQUALIFY કરવા માં આવશે.
૧૮. COVID ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખતા એક ટીમ માં વધુમાં વધુ ૧૩ ખેલાડી ના નામ જ લખવા ના રહેશે.
૧૯. આ ટુર્નામેન્ટ સમયસર સફળતાપૂર્વક પૂરી કરવાની હોવાના હેતુસર મેચ અંગેના નિર્ણય આયોજકોના રહેશે.