*શ્રી ખંભાતી ખારવા પ્રીમિયર લીગ -2021 (KPL-3) નાં નિયમો*
*નિયમ નં-1 KPL-3 ટુર્નામેન્ટ 6 ટીમો વચ્ચે રમાશે. જેમાંથી 3 મેચ નોક આઉટ, 1 મેચ સેમી ફાઈનલ અને 1 મેચ ફાઈનલ રમાશે.*
*નિયમ નં-2 KPL-3 માં જે 3 ટીમો નોક આઉટમાં જીતશે તે ટીમો વચ્ચે ચિઠ્ઠી ઉછાડવામાં આવશે. તેમાંથી 1 ટીમ ફાઈનલમાં પહોંચી જશે, અને 2 ટીમ વચ્ચે સેમી ફાઈનલ રમાશે.*
*નિયમ નં-3 KPL-3 માં બધીજ મેચ 8 ઓવર અથવા 10 ઓવરની રમાડવામાં આવશે.*
*નિયમ નં-4 KPL-3 માં 8 ઓવરની મેચમાં પાવરપ્લે (2 ઓવર) અને 10 ઓવરની મેચમાં (3 ઓવર) નો રહેશે.*
*નિયમ નં-5 KPL-3 માં 10 ઓવર સુધી ફરજીયાત 4 ખેલાડી પાવરપ્લેમાં ઊભા રાખવાના રહશે. કિપર અને બોલરને છોડીને.*
*નિયમ નં-6 KPL-3 માં ઓફ સાઈડ 7 થી વધારે અને લેગ સાઈડ 5 થી વધારે ખેલાડી ઊભા રાખી શકાશે નહિ. કિપર અને બોલરને છોડીને.*
*નિયમ નં-7 KPL-3 LBW નો નિયમ લાગુ પડશે નહી. અને ત્રણ સ્તંપે જ રમાડવામાં આવશે. જે બધા જ ખેલાડીઓએ માન્ય રાખવું પડશે.*
*નિયમ નં-8 KPL-3 માં એક્શન છુટ્ટા બોલીંગ નાખી શકાશે.*
*નિયમ નં-9 KPL-3 માં મેચ જેટલી પણ વાર ડ્રો થાય, તો સુપર ઓવર રમાડવામાં આવશે.*
*નિયમ નં-10 KPL-3 માં 6 ટીમોના ખેલાડીઓના નામ જાહેર થયા બાદ, જો 6 ટીમો પૈકી જે ટીમમાંથી કોઈ પણ કારણોસર કોઈ ખેલાડી રમી શકે તેમ ન હોય, તો તેવા સંજોગોમાં તે ટીમ જે વધારાનાં ખેલાડીઓના નામ આવેલ છે, તે પૈકી જેમનો ક્રમ પહેલો હોય તેમણે રમાડી શકશે.*
*નિયમ નં-11 KPL-3 માં મેચનું સમય પત્રક તૈયાર થઈ ગયા બાદ, દરેક ટીમોએ સમય પત્રક અનુસાર ગ્રાઉન્ડ પર હાજર થઈ જવું ફરજીયાત છે. આ જવાબદારી દરેક ટીમના કેપ્ટનની છે. આ નિયમનો ભંગ કરનાર ટીમની 2 ઓવર રદ કરી દેવામાં આવશે. જે માન્ય રાખવું પડશે.*
*નિયમ નં-12 KPL-3 માં મેચના સમય પત્રક પ્રમાણે જો કોઈ ખેલાડી તે સમય મુજબ ગ્રાઉન્ડ પર હાજર ના હોય, તો તેવા સંજોગમાં તે ટીમ વધારાના જે નામ આવેલ છે, તે પૈકી જેનો ક્રમ પહેલો હોય, તેમણે એમની ટીમમાં રમાડી શકશે. અને ટાઈમ પર હાજર ન થનાર ખેલાડીને પુરી KPL માંથી નામ કાઢી નાખવામાં આવશે.*
*નિયમ નં-13 KPL-3 માં અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય ગણાશે. જે બધી ટીમોએ માન્ય રાખવું પડશે.*
*નિયમ નં-14 KPL-3 માં ચાલુ મેચ વખતે કોઈ પણ સમસ્યા ઊભી થાય, તો તે વખતે પણ અમ્પાયર અને કમિટીનો નિર્ણય છેલ્લો નિર્ણય ગણાશે. અને આ નિયમનું ઉલ્લંગણ કરનાર ટીમને દિસ્કોલીફાઈ ગણી સામે વાળી ટીમને વિજેતા ટીમ જાહેર કરવામાં આવશે.*
*નિયમ નં-15 આ ટુર્નામેન્ટ સમાજનાં લોકો ભેગા થાય અને એક-બીજા સાથે ઓળખાણ થાય તે માટે રમાડવામાં આવે છે. તો બધી ટીમોએ આ વાતને ધ્યાનમાં રાખવી. અને ભાઈચારો બનાવી રાખવો.*
*નિયમ નં-16 KPL-3 માં મેચ પૂરી થયા બાદ બંન્ને ટીમના ખેલાડીઓએ એક બીજા સાથે હાથ મળાવવા ફરજીયાત રહેશે.*
*નિયમ નં-17 KPL-3 માં કોઈ કારણ સંજોગ કોઈ પણ ખેલાડીનું રમવાનું કેન્સલ થાય, તો તેમણે ટીશર્ટ જમાં કરાવવી ફરજીયાત રહેશે. અને એમની એન્ટ્રી ફી પણ પરત આપી દેવામાં આવશે.*