વાલમ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત વાલમ બ્રાહ્મણ પ્રીમિયર લીગ (VBPL )
' ' સૌ સાથે રમીએ ' '
તારીખ : ૩૧/૧૦/૨૦૨૦
સ્થળ : નિકોલ ગામ રોડ , પરિમલ રેસિડેન્સી ની સામે
જય વાઘેશ્વરી સાથે જણાવવાનું કે વાલમ બ્રાહ્મણ સમાજ દ્વારા ઇતિહાસ માં સૌ પ્રથમવાર યુવા જોશ અને હોંશ ને એક નવી દિશા દેવાના નવા ઉદેશ સાથે એક કદમ આગળ વધી રહ્યા છીએ ત્યારે જ્ઞાતિ બંધુ મિત્રોનો હૃદયપૂર્વક સાથ - સહકાર આપવા વિનંતી.
ટુર્નામેન્ટ ના નિયમો :
* કોરોના મહામારી ના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક ફરજીયાત છે ( મેચ રમતી વખતે માસ્ક ફરજિયાત નથી )
* આ ટુર્નામેન્ટ ફક્ત વાલમ બ્રાહ્મણ સમાજ ના દરેક વ્યક્તિ જ ભાગ લઇ શકશે .
* આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફી ટીમ દીઠ ૧૧૦૦/- રૂપિયા રહેશે .
* આ ટુર્નામેન્ટ ભારે ટેનિસ બોલ થી રમાડવામાં આવશે .
* આ ટુર્નામેન્ટ માં ટાઈ પડેલ મેચ માં એક સુપર ઓવર રમાડવામાં આવશે .
* આ ટુર્નામેન્ટ માં એમ્પાયર નો નિર્ણય આખરી રહેશે . કોઈ પણ ટીમ એમ્પાયર સાથે વાંધો કરશે તો તે ટીમ ને બરતરફ કરવામાં આવશે .
* દરેક ખેલાડી એ ટ્રેક પેન્ટ અને સ્પોર્ટ શૂઝ પહેરવા ફરજીયાત છે .
* ટુર્નામેન્ટ ની દરેક મેચ ૧૦-૧૦ ઓવર ની રહેશે,અને ફાઇનલ ૧૨ ઓવર ની રહેશે .
* 2 ઓવર નો પાવરપ્લે રહેશે અને ફાઇનલ મેચ માં 3 ઓવર નો રહેશે.
* ૧૦ ઓવર ની રમત માં 1 રેગ્યુલર બોલર 3 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 2 ઓવર નાખી સક્સે.( ફાઇનલ મેચ માં દરેક બોલર વધુ માં વધુ 3 ઓવર નાખી શકશે )
* એલ.બી.ડબલ્યુ . સિવાય ના તમામ નિયમો ICC ટુર્નામેન્ટ ના રહેશે.
* કોઈપણ ખેલાડી માત્ર ને માત્ર એક જ ટીમ માંથી રમી શકશે , જો કોઈ ટીમ રમેલ ખેલાડી ને રમાડશે તો તે ટીમ ને નોકઓઉટ કરવામાં આવશે અને સાથે ટીમ ના કપ્તાન ને પેનલ્ટી ની રકમ ૧૦૦૦/- રૂપિયા ભરવા પડશે .
*દરેક મેચ માં મેન ઓફ ધ મેચ તથા ફાઇનલ જીતનાર વિનર ટીમ ને ટ્રોફી આપવામાં આવશે .
* ટુર્નામેન્ટ માં દરેક ટીમેં પોતાની ક્રિકેટ કિટ લઈને આવવું . બોલ આયોજક તરફથી આપવામાં આવશે અને સાથે દરેક ઇનિંગ નવા બોલ થી રમાડવામાં આવશે .
* નાની ઇજા થાય તો ફસ્ટ એઇડ કીટ ની સુવિધા ગ્રાઉન્ડ પર મળશે અને સાથે મોટી ઇજા ની જવાબદારી ટીમ અને તે ખેલાડી ની પોતાની રહેશે .
* આ ટુર્નામેન્ટ માં મર્યાદિત ટીમો લેવાની હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે ટીમ ની નોંધણી લેવામાં આવશે .
*આ ટુર્નામેન્ટ દિવસ ની રહેશે અને આપ સૌ મિત્રો નો સાથ સહકાર મળી રહેશે તો ... આગામી આયોજન નાઈટ ટુર્નામેન્ટ બની રહેશે
* નોંધ : ક્રિકેટ ટુર્નામેન્ટ માં સ્પોન્સર અને દાતા આવકાર્ય છે.
આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટે નીચેના નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો.
(૧) તુષાર મહેતા - ૭૬૯૮૯૧૯૬૦૭ / ૯૭૧૨૩૦૭૪૦૭
(૨) ભાઇલાલ ભાઈ ભટ્ટ : ૯૯૯૮૬૦૦૬૨૬
(૩) કિશન મહેતા - ૯૭૨૩૮૬૦૬૫૫