ટુર્નામેન્ટ ના નિયમો
➡️ આ ટુર્નામેન્ટમાં યુવા સંગઠનને મજબૂત કરવાના હેતુથી રમાડવામાં આવે છે જેમાં ફક્ત સમૃદ્ધ ગ્રીન ના મિત્રો જ ભાગ લઈ શકશે
➡️ આ ટુર્નામેન્ટ દરમિયાન લીગ મેચ 8 ઓવરની રહેશે અને 1 ટીમને 3 મેચ રમવાની રહેશે જેમાં કોટર ફાઇનલ અને સેમી ફાઇનલ 10 ઓવરની રહેશે અને ફાઇનલ 12 ઓવર ની રહેશે. જેમાં આઠ ઓવરની મેચમાં એક ખેલાડીને બે વોરથી વધારે નહીં 10 ઓવરની મેચમાં એક બોલરને ત્રણથી વધારે નહીં અને ૧૨ ઓવરની મેચમાં બે બોલર ને ત્રણ ઓવર થી વધારે નહીં.
➡️ મેચમાં એલ બી ડબલ્યુ નો નિયમ લાગુ પડશે નહીં અને તે સિવાયના તમામ ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમો લાગુ પડશે
➡️જો કોઈપણ ટીમ રમત રમવાનો બહિષ્કાર કે ખોટો વિરોધ કરે છે તો તેની વિરોધી તેમને વિજેતા જાહેર કરવામાં આવશે
➡️દરેક ટીમે રમતના સમયના 30 મિનિટ પહેલા આવીને જાણ કરવાની રહેશે અને 15 મિનિટ પહેલા ટોસ ઉછાળવાનો આવશે.
➡️જો કોઈપણ ટીમ રમતના સમય દરમિયાન વિરોધ કરીને મેદાનની બહાર નીકળી જાય છે કે રમત અટકાવે છે તો તે ટીમને ટુર્નામેન્ટમાંથી અયોગ જાહેર કરવામાં આવશે અને એની સામેની ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવશે
➡️જો મેચ રમતી વખતે બંને ટીમનો સ્કોર સરખો થાય તો તે બંને ટીમને સુપર ઓવર ના નિયમ પ્રમાણે રમવું પડશે અને સુપર ઓવર જ નિર્ણાયક ગણાશે જો સુપર ઓવર ટાઈટ થાય તો રીઝલ્ટ ન મળે ત્યાં સુધી બીજી સુપર ઉપર રમાડવામાં આવશે
1. મેચમાં બીજી બેટિંગ કરનારી ટીમ સુપરમાં પ્રથમ બેટિંગ કરશે
2. દરેક ટીમના 2 બેટ્સમેન બેટિંગ કરી શકશે અને દરેક ટીમમાંથી 1 બોલર જ બોલિંગ કરી શકશે
➡️આ ટુર્નામેન્ટ દરમિયાન એમ્પાયર નિર્ણય આખરી ગણાશે નિર્ણયની સામે કોઈ પણ ખેલાડીએ દલીલ કરવી નહીં અને નિર્ણય ભંગ કરનાર ટીમને વોક આઉટ આપવામાં આવશે
➡️આ ટુર્નામેન્ટમાં ઓવર ર્થો , વાઈટ બોલ અને નોબોલના એક્સ્ટ્રા રન ગણવામાં આવશે અને નોબોલ પછીનો બોલ ફ્રી હિટ ગણવામાં આવશે
➡️મેચ શરૂ કરવા માટે ટીમો ઓછામાં ઓછા 5 ખેલાડી હોવા જરૂરી છે છ ખેલાડી હાજર હશે તો જ ટીમમાં ગ્રાઉન્ડ ઉપર રજીસ્ટ્રેશન કરવામાં આવશે પણ તે ખેલાડી કોઈપણ બીજેપીમાં નહીં રમેલ હોય તો એને સામેલ કરવામાં આવશે
➡️એક ટીમમાં રમનાર ખેલાડીને બીજી ટીમમાં રમવાની મંજૂરી નથી બીજી ટીમમાં રમતા માલુમ પડશે તો તે બીજી ટીમને વકાઉટ કરવામાં આવશે અને એ ખેલાડી ઉપર ટુર્નામેન્ટમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે
➡️જો બોલર નો બોલ નાખશે તો તેના પછીનો બોલ ફ્રી હીટ ગણાશે
➡️દરેક ટીમે પોતાના સ્વખર્ચે અને જોખમે રમવાનું રહેશે આકસ્મિત કઈ થઈ જાય તો આયોજનની કોઈ જવાબદારી રહેશે નહીં
➡️અંદાજિત રોજની ત્રણ મેચ રમાડવામાં આવશે અને સેટરડે અને સન્ડે ચાર મેચ રમાડવામાં આવશે
➡️દરેક ટીમ ઉપરથી લીગ મેચ માટે ક્વોલિફાયર થયેલી ટીમોને મેનેજમેન્ટ તરફથી જે નીતિ નિયમો બનાવાય હશે તે પ્રમાણે રહેવાનું રહેશે
➡️ટુર્નામેન્ટના નિયમોમાં ફેરબદલ કરવાની ટુર્નામેન્ટના આયોજક કમિટીના સભ્યોને આધીન રહેશે
➡️કોઈપણ કારણસર મેચ રદ કરવાની થશે તો કોઈપણ ટીમોની ટકરાર ચાલશે નહીં કોઈપણ બાબતે આખરી નિર્ણય કમિટીનો રહેશે
➡️કોઈપણ કારણસર મેચ રદ થાય તો લીગ મેચ ની અંદર એક એક પોઇન્ટ આપી દેવામાં આવશે અને ક્વોટર ફાઇનલ સેમિફાઇનલ અને ફાઇનલ એ જો કદાચ કારણસર બંધ રહે તો બીજા દિવસે રિઝર્વ દિવસ તરીકે રમાડવામાં આવશે અને એમાં પણ જો કદાચ બંધ રહે તો લીગ મેચ ની અંદર માં જે પોઇન્ટ ટેબલમાં ઉપર લેવલમાં હશે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવશે અને એને આગળ લઈ જવામાં આવશે.
➡️ઉપરના તમામ નીતિ નિયમો અમે વાંચ્યા છે તથા સમજ્યા છે અને સમજ થઈ વિચારી લીધા છે અને આ તમામ નિયમો કેપ્ટન અને તમામ તેમને બંધન કરતા રહેશે અને ઉપરોક્ત નિયમોમાં ભંગ થશે તો સોસાયટી દ્વારા કાયદાકીય પગલાં લેવાશે
➡️આથી નીચે નિયમો પૂરી ટીમ સંમતિ સાથે સહ કરીએ છીએ