|| જય માતાજી ||
અંદાડા વાળંદ યુવા મંડળ દ્ધારા આયોજીત વાળંદ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫
1)આ ટુર્નામેન્ટ માં ટોટલ ૮ ટીમોએ ભાગ લીધેલ છે.
2) ૮ ટીમ ને બે ગ્રુપ મા રાખેલ છે. (A & B) એક ગ્રુપ મા ૪ ટીમ રાખેલ છે.
3) દરેક ટીમ ૩ લીગ મેચ રમશે.
4) A અને B ગ્રુપમાં થી ટોટલ ૪ ટીમ ક્વોલિફાય થશે. જેમાં પોઈન્ટ અને રન-રેટ જોવામા આવશે, જે ટીમ ના વધુ હશે તે ક્વોલિફાય રાઉન્ડ માટે એલીજીબલ ગણાશે. ( IPL ના નિયમ મુજબ)
5) આ ૪ ટીમ વચ્ચે ફાઇનલ માટે ક્વોલિફાય ૧, એલીમીનેટર અને ક્વોલિફાય ૨ મેચ રમાડવામાં આવશે.
6) ક્વોલિફાય ૧ મા જે ટીમ વિજેતા થશે તે ફાઇનલ માટે ની પ્રથમ ટીમ બનશે, અને ક્વોલિફાય ૧ ની હારેલી ટીમ એલીમીનેટર ની વીનર ટીમ સાથે મેચ રમશે, અને તેમાંથી જે ટીમ વિજેતા થશે તે ક્વોલિફાય ૨ મેચ રમશે, ફાઇનલ મેચ માટેની ૨ ટીમ બનશે, જેમા એક જ ગ્રુપની ૨ ટીમ પણ આવી શકે છે. ( IPL ના નિયમ મુજબ)
7) દરેક મેચ ૮ ઓવર ની રહશે જેમાં ૨ ઓવરનો પાવર પ્લે રહશે, દરેક ઇવિંગ્સ મા નવો ટેનિસ બોલ આપવામાં આવશે, દરેક બોલર ને માત્ર બે જ ઓવર મળશે.
8) સ્કોર મા કંઈક પણ સુધારો કરવાનો હોઈ તો અડધો કલાક મા આયોજક ની રૂબરૂ મા મેચ પુર્ણ થયા બાદ કરવામાં આવશે. પાછળ થી કોઈ સુધારો કરવા માં આવશે નહીં.
9) અમ્પાયર નો નિર્ણય ફાઇનલ રહશે. અમ્પાયર ના નિર્ણય માં કેપ્ટન તથા આયોજક વાત કરી શકશે (બીજી કોઇ ટીમ તથા પ્લેયર અમ્પાયર સાથે દલીલ કરી શકશે નહીં.)
10) મેચ ટાઇ થાય તો સુપર ઓવર રમાડવા માં આવશે, સુપર ઓવર ટાઇ થાય તો આખી ઇવિંગ્સ માં જે ટીમ સિકક્સર વધારે હશે તે ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે અને કોઈ સંજોગો માં સિક્સરની સંખ્યા પણ સરખી થશે તો જે ટીમની સૌથી વધુ ફોર હશે એ ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે.
11) સુપર ઓવર ના બેટ્સમેન ના રન બોલર ની વિકેટ ની ગણતરી જે ઇનામ ની વહેંચણ આયોજન કમિટી કરવાની છે તેમાં ગણવામાં આવશે નહીં.
12) બાકી બધા નિયમ જે આપણે રેગ્યુલર ટુર્નામેન્ટ રમીએ છે તે પ્રમાણે રહેશે.
13) બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, પ્લેયર ઓફ ધી મેચ તથા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ટ્રોફી રાખેલ છે, તથા આશ્વાસન ટ્રોફી પણ રાખેલ છે.
14) કોઈપણ પરિસ્થિતિમાં ટુર્નામેન્ટના નિયમો માં ફેરફાર કરવાનો હક ફક્ત આયોજકોનો છે, જેની નોંધ લેવી.
*શરતો લાગુ....