સિદ્ધરૂદ્ર વુમેન્સ લીગ - બોક્સ ક્રિકેટ સીઝન-1
નિયમો
1.દરેક ટીમ માં વધુ માં વધુ 7 (સાત) ખેલાડીઓ રમી શકશે
2. દરેક મેચ 7-7 (સાત ) ઓવર ની રહેશે
3. દરેક મેચ માં એક ઇંનિંગ માં એક બોલર વધુ માં વધુ એક જ ઓવર નાખી શકશે , મતલબ કે દરેક ખેલાડી એ એક ઓવર ફરજીયાત નાખવાની રહેશે.
4. દરેક ટિમ એ લીગ રાઉન્ડ માં 2(બે) મેચ રમવાની રહેશે .
5. લીગ રાઉન્ડ પુરો થશે પછી જે 2(બે) ટીમ ટોપ પર હશે ( સૌથી વધારે પોઈન્ટ્સ અને એવરેજ હશે તે) ટીમ વચ્ચે ફાઇનલ રમાડવામાં આવશે
6. ફાઇનલ મેચ પણ સાત (7) ઓવેર ની જ રહેશે .
7. દરેક ટીમ એ પોતાની બોલિંગ ની 7(સાત) ઓવર 15 મિનિટ માં પુરી કરવાની રહેશે
8. મેચ ના અંતે બેસ્ટ બોલર , બેસ્ટ બેટ્સમેન અને વિજેતા ટીમ અને રૃનર્સ-અપ રહી ચુકેલી ટિમ ને ટ્રોફી આપવા માં આવશે
9. દરેક ખેલાડી એ પોતાનું ફરજીયાત રજીસ્ટ્રેશન મોબાઇલ એપ્લિકેશન માં કરવાનું રહેશે . (CRICHEROES)
10. આ ટુર્નામેન્ટ ની રમત ને લગતા બાકી ના વધુ નિયમો અને શરતો આપ સૌ ને ટુર્નામેન્ટ ચાલુ થતા પહેલા ગ્રાઉન્ડ પર સમજાવવા માં આવશે
11. અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે.
12. દરેક ટીમ જલ્દી થી પોતાની ટીમ નું નામ, કેપ્ટ્ન નું નામ અને બધા 7 ખેલાડીઓ નો મોબાઈલ નંબર કાગળ પર લખી ને ફોટો પાડી ને વોટ્સએપ પાર આયોજક ને મોકલી આપવો.
13. આયોજક ટુર્નામેન્ટ માં જરૂરી લાગે તો કોઈ પણ જાત નો ફેરફાર કરી શકશે અને તે દરેક ટીમ એ માન્ય રાખવાનો રહેશે¬