? *MPL 2025 Box Cricket નિયમો* ?
૧. *૧૦ ઓવર* ની એક ઇંનિંગ રહેશે.
૨. ટીમ ના *દરેક પ્લેયરને* ઇનિંગ માં *ફરજીયાત ૧ ઓવર* નાખવાની રહેશે.
૩. એક ઇનિંગ માં કોઈ પણ *૨ જ પ્લેયર ૨ ઓવર નાખી શકશે*.
૪. *બાઉન્ડરી લાઈન* પર *૩* થી વધારે ખેલાડી રાખી શકાશે નહિ.
૫. બોક્સમાં *બધી જ જગ્યાએ રન* લઇ શકાશે.
૬. બોક્સની *ઉપરની નેટને* અડીને પકડવામાં આવેલ *કેચ* ને *આઉટ* ગણવામાં આવશે.
૭. બોક્સની *ઉપરની નેટને* અડીને આવેલ *બાઉન્ડરીને સિક્સ* ગણવામાં આવશે.
૮. બોક્સની *સાઈડની નેટને* અડીને પકડવામાં આવેલ *કેચ* ને *આઉટ* ગણવામાં આવશે *નહિ*.
૯. બોક્સની *સાઈડની નેટને* અડીને આવેલ *બાઉન્ડરીને ફોર* ગણવામાં આવશે.
૧૦. બોક્સની *સાઈડની અથવા વિકેટકીપર વાળી નેટની* બહાર બોલ જતા *ફિક્સ ૧ રન* આપવામાં આવશે.
૧૧. વિકેટકીપર *ફરજીયાત* પણે *ફિલ્ડિંગ ટીમનો* રહેશે.
૧૨. *સેન્ટર લાઈનની પહેલા* પીચ પડેલ બોલ *ડેડ બોલ* ગણાશે. (રન કે બોલ ગણવામાં નહિ આવે).
૧૩. *વાઈડ* નો *૧ રન* ગણાશે.
૧૪. *નો-બોલ* નો *૧ રન* ગણાશે.
૧૫. *નો-બોલ* માં *ફ્રી હિટ* આપવામાં આવશે *નહિ*.
૧૬. *ફાસ્ટ બોલ* નાખતા અમ્પાયર *એક જ વાર વોર્નિંગ* આપશે. *ફરીથી ફાસ્ટ બોલ* નાખતા *નો-બોલ* ગણાશે.
૧૭. *ઓવેર થ્રો* ના *રન ગણાશે*. (જો બોલ બાઉન્ડરી ને અડશે તો *બાઉન્ડરી* પણ ગણાશે).
૧૮. છેલ્લે *એક પ્લેયરનો દાવ આવશે*. (એક પ્લેયર ના દાવ વખતે *રન આઉટ બંને બાજુ* ગણાશે).
૧૯. *અમ્પાયર નો ફેંસલો આખરી ગણાશે*, તેમાં કોઈ પણ તકરાર ચાલશે નહિ.
૨૦. પ્રતેયક *જીત* પર ટીમને *૨ પોઇન્ટ* આપવામાં આવશે.
૨૧. જો *એક કરતા વધારે ટીમના* પોઇન્ટ *સરખા* હશે તો ટુર્નામેન્ટ માં કરેલ *ટોટલ રન પર પોઈન્ટ્સ ટેબલ* નક્કી કરવામાં આવશે. [દા.ત. ટીમ ૧ (ટુર્નામેન્ટ રન : ૪૦૦), ટીમ ૨ (ટુર્નામેન્ટ રન ૩૫૦) અને ટીમ ૩ (ટુર્નામેન્ટ રન ૪૫૦) ને ૬-૬ પોઇન્ટ મળેલ છે, તો પોઈન્ટ્સ ટેબલ રન મુજબ ટીમ ૩ને પહેલો નમ્બર, ટીમ ૧ને બીજો નંબર અને ટીમ ૨ને ત્રીજો નંબર આપવામાં આવશે.)**
** આ નિયમ જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો ચેન્જ થશે. ટેક્નોલોજી પ્રમાણે નેટ રનરેટ થી પોઈન્ટ્સ ટેબલ નક્કી થશે.
૨૨. ફિલ્ડિંગ ટીમે *૨૦ મિનિટમાં* બધીજ ઓવર પુરી કરવાની રહેશે, *૨૦ મિનિટ જેવી પુરી થશે* અને ઓવર બાકી હશે તો *બાકીની તમામ ઓવરમાં ફિલ્ડિંગ ટીમનો કોઈ પણ એક ખેલાડી ફિલ્ડિંગ કરી શકશે નહિ*. (વિકેટકીપર ફરજીયાત રહેશે).
૨૩. લીગ સ્ટેજની *૧૦ મેચ* પુરી થતા આપણી પાસે જો *૧.૩૦ કલાકનો* ટાઈમ હશે તો સેમીફાઇનલ* રમીશું નહીંતર *પોઈન્ટ્સ ટેબલની ટોપ ૨ ટીમ વચ્ચે ફાઇનલ* રમાશે. *[જો *સેમીફાઇનલ રમીએ તો* પોઈન્ટ્સ ટેબલની *૨ અને ૩ નંબરની ટીમ વચ્ચે સેમીફાઇનલ* થશે અને સેમીફાઇનલ *જીતનાર ટીમ પોઈન્ટ્સ ટેબલની ૧ નંબરની ટીમ સાથે ફાઇનલ રમશે*.]
*મેચમાં અમ્પાયર થી કોઈ ભૂલ થાય અથવા કંઈક માથાકૂટ થાય તો આખરી નિર્ણય કમિટી નો રહેશે.*
*આના સિવાય ના અન્ય સામાન્ય ક્રિકેટ ના નિયમો લાગુ પડશે જેમ કે ૨ પીચ વાળો બોલ ડેડ બોલ ગણાશે, વિકેટકીપર સ્ટમ્પની આગળ બોલ પકડતા નો-બોલ ગણાશે, વગેરે..*