।। જય લિમ્બચમાં ।।
બ્રધર્સ ભરૂચ દ્ધારા આયોજીત વાળંદ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫
1)આ ટુર્નામેન્ટ માં ટોટલ ૧૦ ટીમોએ ભાગ લીધેલ છે.
2) ૧૦ ટીમ ને બે ગ્રુપ મા રાખેલ છે. (A & B) એક ગ્રુપ મા ૫ ટીમ રાખેલ છે.
3) દરેક ટીમ બે લીગ મેચ રમશે.
4) A અને B ગ્રુપમાં થી ટોપ બે ટીમ સેમી ફાઇનલ માં જશે.
5) જો ગ્રુપમાં પોઇન્ટ સરખા હશે તો નેટ રન રેટ ના આધારે સેમી ફાઇનલ માં જશે.
6) સેમી ફાઇનલ ક્રોસ ગ્રુપ મા રમાડવા માં આવશે. ગ્રુપ ની ૧ નંબર ની ટીમ સામે ના ગ્રુપની ૨ નંબર ટીમ સાથે રમશે.
7) દરેક મેચ ૧૦ ઓવર ની રહશે અને દરેક ઇવિંગ્સ મા નવા ટેનિસ બોલ વાપરવા માં આવશે.
8) દરેક ટીમના કેપ્ટન ને જણવાનું કે સ્કોર મા કંઈક પણ સુધારો કરવાનો હોઈ તો અડધો કલાક મા આયોજક ની રૂબરૂ મા મેચ પુર્ણ થયા બાદ કરવામાં આવશે. પાછળ થી કોઈ સુધારો કરવા માં આવશે નહીં.
9) અમ્પાયર નો નિર્ણય ફાઇનલ રહશે. અમ્પાયર ના નિર્ણય માં કેપ્ટન તથા આયોજક વાત કરી શકશે (બીજી કોઇ ટીમ તથા પ્લેયર અમ્પાયર સાથે દલીલ કરી શકશે નહીં.)
10) મેચ ટાઇ થાય તો સુપર ઓવર રમાડવા માં આવશે, સુપર ઓવર ટાઇ થાય તો આખી ઇવિંગ્સ માં જે ટીમ સિકક્સર વધારે હશે તે ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે અને કોઈ સંજોગો માં સિક્સરની સંખ્યા પણ સરખી થશે તો જે ટીમની સૌથી વધુ ફોર હશે એ ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે.
11) સુપર ઓવર ના બેટ્સમેન ના રન બોલર ની વિકેટ ની ગણતરી જે ઇનામ ની વહેંચણ આયોજન કમિટી કરવાની છે તેમાં ગણવામાં આવશે નહીં.
12) બાકી બધા નિયમ જે આપણે રેગ્યુલર ટુર્નામેન્ટ રમીએ છે તે પ્રમાણે રહેશે.
13) બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ બોલર ટ્રોફી રાખેલ છે.