ટુર્નામેન્ટના નિયમો
*∆* દરેક મેચ 6 ઓવરની રમાડવામાં આવશે. જેમાં પ્રથમ 2 ઓવર પાવર પ્લે રહેશે.
*∆* દરેક બોલર એક જ ઓવર કરશે. બાકી કોઈ એક જ બોલર 2 ઓવર કરી શકશે.
*∆* ભાગ લેનાર વિદ્યાર્થીની જન્મ તારીખ 10/02/2011 પહેલાની હોવી જોઈ નહિ. મતલબ વિદ્યાર્થિની 9 ફેબ્રુઆરીના રોજ ઉંમર 14 વર્ષથી નાની હોવી જ જોઈએ.
*∆* ભાગ લેનાર વિદ્યાર્થી અંજાર તાલુકાની સરકારી કે નગરપાલિકાની શાળામાં હાલે અભ્યાસ કરતો હોવો જોઈએ.
*∆* મેચ રમતા પહેલા ટીમના કોઈ ખેલાડી સામે ઉંમર બાબતે સામેની ટીમ વાંધો લે તો તે ટીમે ઉંમર સાબિત કરવી પડશે. જો ઉંમર વધુ સાબિત જણાશે તો તેને રમવા દેવામાં આવશે નહિ.
*∆* ઉંમર સાબિતી માટે બાળકનું આધાર કાર્ડ અથવા તેનો ફોટો સાથે રાખવો તથા વાલીનું સંમતિ પત્રક ફરજીયાત છે.
*∆* ચાલુ મેચ દરમિયાન બહારથી કોઈ શિક્ષક કે વાલી સૂચના આપી શકશે નહિ. વિદ્યાર્થીએ પોતાની વ્યૂહરચનાથી મેચ રમવાની છે.
*∆* ભાગ લેનાર વિદ્યાર્થીએ બુટ અને ટ્રેક પોતાના તથા ટી શર્ટ અહીંથી આપવામાં આવશે.
*∆* કોઈ પણ ટીમની હાર કે જીત થાય તો દરેક ટીમ સંયમ જાળવશે. આપણો ટુર્નામેન્ટ રમાડવાનો હેતુ બાળકોમાં ખેલદિલી વિકસાવવાનો તથા હાર - જીત બંને પચાવતા શીખવવાનો છે.
*∆* ચાલુ મેચ દરમિયાન કોઈ શિક્ષક કે વાલી મેદાનમાં જઈ શકશે નહિ.
*∆* દરેક ટીમ 8 ફેબ્રુઆરીના 5.00 વાગ્યે મેદાન પર ફરજીયાત આવી જશે.
*∆* અમ્પાયરનો નિર્ણય જ આખરી ગણાશે.
*∆* આયોજનમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ હક આયોજકનો રહેશે.
શ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ