*ATPTF ચેમ્પિયન્સ ટ્રોફી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ* ના નિયમો નીચે મુજબ રહેશે
1. આ ટુર્નામેન્ટમાં પ્રત્યેક ટીમમાં છ ખેલાડી ભાગ લઈ શકશે.
2. આ ટુર્નામેન્ટ ની દરેક મેચ 6 ઓવરની રહેશે અને દરેક ખેલાડી એક એક ઓવર નાખશે.
3. આ ટુર્નામેન્ટમાં બોલિંગ સ્ટાઈલ અંડર આર્મ રહેશે તથા નિશ્ચિત કરેલ બોક્સમાંથી જ બોલિંગ નાખવાની રહશે. જો બોલર બોક્સની બહાર પગ કાઢી બોલ નાખશે તો નો બોલ ગણાશે.
4. આ ટુર્નામેન્ટમાં સ્ટ્રેટમાં નિશ્ચિત કરેલ જગ્યા પર જ 4 અને 6 રન ગણાશે. બાકીના ગ્રાઉન્ડમાં રન દોડીને લેવાના રહેશે.
5. આ ટુર્નામેન્ટમાં છ ઓવરમાંથી કોઈ એક ઓવર બેટિંગ પાવર ઓવર લઈ શકાશે, જે ઓવરમાં આવેલ રન ડબલ ગણાશે.
6. બેટિંગ પાવર ઓવર જે તે બેટિંગ કરતી ટીમ ઓવર નાખતા પહેલા નક્કી કરશે અને જો નક્કી ન કરવામાં આવે તો છેલ્લી ઓવર આપોઆપ બેટિંગ પાવર ઓવર ગણાશે.
7. આ ટુર્નામેન્ટમાં વાઈડ,નો બોલ, બાય અને લેગ બાયના રન રહેશે. વાઈડ અને નો બોલના બે રન રહેશે.
8. આ ટુર્નામેન્ટમાં મેદાનમાં અલગ અલગ જગ્યા પર ચાર રાઉન્ડ આકારના ગોળ બનાવાશે.જ્યાં બોલ અડતા 8 રન ગણવામાં આવશે.
9. અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે. ટુર્નામેન્ટના નિયમોની જાણકારી મેળવી લેવાની જવાબદારી જે તે કેપ્ટન અને ખેલાડીઓની રહેશે.
10. ટુર્નામેન્ટમાં ડ્રેસ કોડ વાઈટ ટીશર્ટ અને બ્લેક કલરની લોઅર રહેશે. તમે તમારી ટીમનો અલગ ડ્રેસ કોડ રાખી શકો છો.
11. આ ટુર્નામેન્ટમાં આઉટના નિયમો આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ રહેશે. જો દડો સીધો મેદાનની બહાર જશે તો ખેલાડી આઉટ ગણાશે.
12. ટુર્નામેન્ટમાં ફેરફાર કરવાની તમામ સત્તા આયોજન સમિતિની રહેશે.
શ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ