ટુર્નામેન્ટ ના નિયમો
(૧) દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જીમખાના ગ્રાઉંડ ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -૦૩ જે તારીખ. ૦૨ નવેમ્બર ૨૦૨૪ શનિવાર ૨૦૨૪ અને ૦૩ નવેમ્બર ૨૦૨૪ રવિવાર ના રોજ રાખેલ છે જેથી દરેક ખેલાડીઓ એ પોત પોતાની સ્કૂલ, કૉલેજ, જોબ, ધંધા, વાલી ની સંમતિ ને પહેલા ધ્યાન મા રાખી પછી જ ટુર્નામેન્ટ મા પ્રવેશ નોંધાવો.
(૨)આ ટુર્નામેન્ટ મા પ્રવેશ નોંધાવનાર પ્રત્યેક ખેલાડીની લેખીત તથા મૌખિક સંમતિ ફરજીયાત રહેશે.
(૩)આ ટુર્નામેન્ટ મા પ્રત્યેક ખેલાડીએ સંપૂર્ણ સ્પોર્ટસમેન સ્પીરિટ સાથે ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે. જે તે ખેલાડી ટુર્નામેન્ટ દમિયાન આ નિયમ નો ભંગ કરશે એને ટુર્નામેન્ટ મા થી બહાર કરવા માં આવશે.
(૪)આ ટુર્નામેન્ટ મા કોઈ પણ ખેલાડી કોઈ પણ પ્રકાર ની હિંસા, લડાઈ કે ઝઘડા મા ભાગ લેશે તો તે પોતે જ જવાબદાર રહેશે અને ટુર્નામેન્ટ માંથી બહાર થઇ જશે.
(૫)આ ટુર્નામેન્ટ મા દરેક ખેલાડી ની બોલિંગ અથવા બેટિંગ આવે એ જરૂરી નથી, જે તે ટીમ ના કેપ્ટન મેચ ની પરિસ્થિતિ જોઈ ને નિર્ણય લેશે તે દરેક ખેલાડી એ માન્ય રાખવનો રહેશે. કેપ્ટન સામે દલીલ કરનાર ખેલાડી ટુર્નામેન્ટ માથી બહાર નીકળી જશે.
(૬)આ ટુર્નામેન્ટ મા મેચ દરમિયાન કેપ્ટન જે તે નિર્ણય લેશે તે ટીમ ના દરેક ખેલાડીએ ફરજિયાત પણે માન્ય રાખવો પડશે.
(૭)દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ ટુર્નામેન્ટ યોજવા માટે મેદાન ની સાફ સફાઈ કરવાની રહેશે જેથી બધા ખેલાડીઓ ની હાજરી ફરજિયાત રહેશે.
(૮)આ ટુર્નામેન્ટ બધા ખેલાડીઓ ના સાથ સહકાર થી રમાડવા મા આવશે તેથી દરેક ખેલાડીએ ફરજિયાત પણે ટુર્નામેન્ટ શરૂ થાય ત્યાંથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી મેદાન પર હાજર રહેવાનું રહેશે.
(૯) આ ટુર્નામેન્ટ મા દરેક ખેલાડીએ ફરજિયાત પણે મેનેજમેન્ટ દ્વારા પસંદ કરેલ ડ્રેસ(ટી શર્ટ) પહેરવાનો રહેશે અને આ ડ્રેસ (ટી શર્ટ) તૈયાર કરવાનો જે પણ ખર્ચ રહેશે તે દરેક ખેલાડીએ તારીખ ૧૦/૧૦/૨૦૨૪ સુધી મેનેજમેન્ટ દ્રારા નિયુક્ત કરેલ વ્યકતી ને જમા કરાવવાનો રહેશે,જે તે ખેલાડી આ નિયમનો ભંગ કરશે તેને ટુર્નામેન્ટ માંથી બહાર કરવા મા આવશે.
(૧૦)આ ટુર્નામેન્ટ મા અમ્પાયર નો નિર્ણય આખરી નિર્ણય રહેશે અને આ નિર્ણય કેપ્ટન સમેત દરેક ખેલાડીએ ફરજિયાત પણે માન્ય રાખવાનો રહેશે તેથી અમ્પાયર સામે દલીલ કરનાર ખેલાડી ટુર્નામેન્ટ માંથી બહાર થઇ જશે.
(૧૧)આ ટુર્નામેન્ટ સિંગલ એલિમીનેશન પદ્ધતિ થી રમાડવામાં આવશે, ફાઇનલ મેચ મા ડાયરેક્ટ કવાલીફાય થવા માટે જે તે ટીમ ની રનરેટ જોવામાં આવશે.
(૧૨)આ ટુર્નામેન્ટમાં નોક આઉટ એન્ડ સેમી ફાઇનલ રાઉન્ડ ૧૨ ઓવર નો રહેશે તથા ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ ૧૪ ઓવર ની રમાડવામાં આવશે.
(૧૩)આ ટુર્નામેન્ટ મા તારીખ ૦૨/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ નોક- આઉટ રાઉન્ડ ની ત્રણ મેચ અને એક સેમી ફાઇનલ મેચ રમાડવામાં આવશે જેથી ટુર્નામેન્ટ ની પહેલી મેચ ઠીક સવારે ૦૯:૦૦ વાગ્યે શરૂ થઈ જશે.
(૧૩) મેનેજમેન્ટ દ્રારા આપવામાં આવેલા સમય અનુસાર જે તે ટીમ હાજર નહીં હોય તો જે તે ટીમ ની દર લેટ ૦૬ મિનિટ એ એક ઓવર કાપવામાં આવશે.
(૧૪) આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ સિવાય ની દરેક મેચનો પ્લેયિંગ ટાઇમ ૧૩૫ મિનિટ નો રહેશે, મેચની પ્રત્યેક ઇનિંગ ૬૦ મિનીટ ની રહેશે જેમાં દર ૦૬ ઓવર દરમિયાન ૦૫ મિનીટ નો રણનિતિક ટાઇમ રહેશે અને બે ઇનિંગ દરમિયાન ૧૫ મિનીટ નો બ્રેક રહેશે. જે તે ટીમ ટાઇમ વેસ્ટ કરશે એના રન/ઓવર પેનલ્ટી સ્વરૂપે કાપવામાં આવશે.
(૧૫)આ ટુર્નામેન્ટ મા જે તે ખેલાડીને મેનેજમેન્ટ દ્વારા નક્કી કરેલ કોઈ પણ એક જ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.
(૧૬) આ ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન ડ્રો પદ્ધતિ થી કરવામાં આવશે.
(૧૭) આ ટુર્નામેન્ટ જીમખાના ગ્રાઉન્ડમાં ટેનીસ બોલ પર નિયમિત ક્રિકેટ રમતા તમાંમ ખેલાડીઓના સાથ સહકાર થી જ યોજવામાં આવે છે તેથી દરેક ખેલાડીઓ ને નમ્ર વિનંતી છે કે કેપ્ટન તથા તમાંમ સિનિયર ખેલાડીઓ સાથે ટુર્નામેન્ટ દરમિયાન કોઈ પણ જાત ની ગેરવણતુરક કરવી નહીં.
(૧૮) જે તે ખેલાડીને ઉપર દર્શાવેલ નિયમો સામે કોઈ પણ પ્રકાર નો વાંધો હોય તો મહેરબાની કરીને સ્વેચ્છાએ હમણાં થી જ ટુર્નામેન્ટમાં પ્રવેશ નોંધાવશો નહીં.