૧) તમામ મેચ ૮-૮ ઓવર્સની રહેશે.
૨) એક ઇનિંગમાં કોઈ પણ 2 જ બોલર ૨-૨ ઓવર્સ નાખી શકશે.
૩) પાવરપ્લે પહેલી 2 ઓવરનો ફરજીયાત રહેશે. જેમાં મહત્તમ 2 ખેલાડી 30 યાર્ડ સર્કલની બહાર રહી શકશે.
૪) પાવરપ્લે સિવાયની ઓવર્સ માં મહત્તમ 5 ખેલાડી 30 યાર્ડ સર્કલ ની બહાર રહી શકશે.
૫) પ્રથમ 2 ઓવર્સમાં જો બોલ ખોવાઇ જાય તો નવો બોલ આપવામાં આવશે, ત્યાર પછી ની ઓવર્સ માં બોલ ખોવાય, તો એટલો જ જૂનો થયેલો બોલ આપવામાં આવશે.
૬) LBW સિવાય ની કોઈ પણ રીતે આઉટ (ઇન્ટરનેશનલ નિયમો પ્રમાણે) આપી શકાશે. LBW આઉટ આપવામાં આવશે નહિ.
૭) કોઈ પણ બેટ્સમેનને રનર આપવામાં આવશે નહિ.
૮) રિટાયર્ડ આઉટ આપવામાં આવશે. રિટાયર્ડ હર્ટ આપવામાં આવશે નહિ.
૯) અમ્પાયરનો નિર્ણય અંતિમ રહેશે. જરૂર પડ્યે બંને અમ્પાયર કોઈ પણ મુદ્દા બાબતમાં એકબીજા સાથે ચર્ચા કરી શકે છે.
૧૦) બોલિંગ એન્ડ પહેલેથી ફિક્સ રહેશે.
૪ ઓવર્સ પુરી થયા બાદ બૉલિંગ એન્ડ ચેન્જ કરવામાં આવશે.