*પાટીદાર પલટન સેના દ્વારા આયોજીત PPL 3 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪ *
*રમશે નાના ચિલોડા*
*જીતશે નાના ચિલોડા*
*ખાસ નોંધ*
*ટુર્નામેન્ટનુ ઓપનિંગ રાષ્ટ્રગીત થી કરવામાં આવશે.*
*આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમના ખેલાડીઓએ પૂર્ણ સંખ્યામા આપેલ ટીશર્ટ સાથે રાષ્ટ્ર ગીત વખતે હાજર રહેવું પડશે.*
1 - *આ ટુર્નામેન્ટ મા એક ટીમમાં ઓછામાં ઓછાં ૬ પાટીદાર બાકી દરેક જાતિના ખેલાડીઓ ભાગ લઈ શકશે.*
2 - *દરેક ટીમને ટીશર્ટ આપવામાં આવશે.*
3- *આ ટુર્નામેન્ટ ટેનિસ બોલથી ટફ વિકેટ પર ઈન્ટરનેશનલ નિયમો સાથે રમડવામાં આવશે.*
*નોંધ: એલ બિ ડબલ્યુનો નિયમ રાખેલ નથી.*
4 *-આ ટુર્નામેન્ટમાં દરેક લીગ મેચ ૧૨ ઓવરની , સેમિફાઇનલ મેચ ૧૪ અને ફાઈનલ મેચ ૧૬ ઓવર ની રહેશે.*
5- *આ ટુર્નામેંન્ટમાં જે ટીમોને ભાગ લેવાનો હોય તેમના તારીખ 01/04/2024 સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.*
6- *ફિલ્ડિંગ ટીમે 55 મિનિટમાં દાવ પૂર્ણ કરવાનો રહેશે. ઓવર ટાઈમ માં પાંચ મિનિટ માટે એક ઓવર કાપવામાં આવશે.*
7- *કોઈ પણ મેચ માં ટાઈ પડે તો સુપર ઓવર રમાડવામાં આવશે.*
8- *નિયત કરેલા સમયે રમનાર ટીમને મેદાનમાં હાજર થવાનું રહેશે.*
*નોંધ: ૧૫ મિનિટ થી વધુ મોડી આવનાર ટીમની ઓવર કાપવામાં આવશે.*
9- *એમ્પાયર નો નિર્ણય આખરી રહેશે.જેમાં કોઈ પ્લેયરની તકરાર ચાલશે નહિ.કોઈ પણ પ્લેયર એમ્પાયર કે કોઈપણ ટીમના પ્લેયર સાથે દલીલ કે ઝઘડો કરતો જણાશે તો તેની ટીમની વોક આઉટ આપવામાં આવશે અને કઈ રિફંડ આપવામાં આવશે નહિ.*
10- *અનિવાર્ય સંજોગોને કારણે ટુર્નામેન્ટમાં ફેરફાર કરવાનો હક આયોજક નો રહેશે તે બધાએ માન્ય રાખવો પડશે.*
11- *દરેક પ્રથમ મેચ શરૂ થવાનો સમય ૦૮:૦૦ વાગ્યા નો રહેશે અને રિપોર્ટિંગ ટાઇમ ૦૭:૩૦ વાગ્યાનો રહેશે.*
12- *આ ટુર્નામેન્ટ સામાજિક એકતા , મનોરંજન તથા ક્રિકેટની રમતના પ્રોત્સાહન હેતુથી આયોજીત કરેલ છે તો દરેક ખેલાડીઓને સાથ સહકાર આપવા વિનંતી.*
13- *દરેક ખેલાડીએ આપેલ ટીશર્ટ અને ટ્રેક તથા શુઝ પહેરીને મેચ રમવાની રહેશે નહિતર રમાડવામાં આવશે નહિ તેની દરેક પ્લયેરએ નોંધ લેવી.*
14- *આ ટુર્નામેન્ટમાં એક ખેલાડી ફક્ત એકજ ટીમ તરફથી રમી શકશે બીજી કોઈ ટીમ તરફ થી રમી શકશે નહિ.*
15- *કોઈપણ ટીમને નાના ચિલોડા ના બહાર ના 3 ખેલાડીને ( પટેલ હોવા જોઈએ ફરજિયાત) તેમની ટીમમાં રમાડી શકાશે જો ત્રણ થી વધારે ખેલાડી હશેતો તે ટીમ ને વોક આઉટ આપવામાં આવશે.*
*નોંધ: બહાર ના ખેલાડીના આધારકાર્ડ ની ઝેરોક્ષ ફરજિયાત જોઈશે.*
*નોંધ : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં જાસપુર રમાયેલી ટુર્નામેન્ટ તથા ૪૧ યુવા ઉત્કર્ષ ટુર્નામેન્ટમાં માં ટોપ ૧૦ ( બેસ્ટ મેન ,બોલર ,ઓલ રાઉન્ડર)ખેલાડી ને રમાડવામાં આવશે નહિ*
*નોંધ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ક્રિકેટ લીગ ના રમેલ ખેલાડી ( ફ્લેક્સી બોન્ડ તથા ખોડીયાર સીસી) બંને ટીમ ના ૧૬-૧૬ ખેલાડીઓને રમાડવામાં આવશે નહિ.*
*નોંધ : 41 યુવા ઉત્કર્ષ ક્રિકેટ લીગ ( માણસા) ના ફાઈનલ મેચ માં રમેલ ટીમ ( આસુદેવ ઇલેવન અને કુકરવાડા ડાકલી પરિવાર ) બંને ટીમ ના ૧૬-૧૬ ખેલાડીને રમાડવામાં આવશે નહિ.*
*નોંધ: માણસા કોલેજ ખાતે રમાયેલી ટુર્નામેન્ટ માં ફાઈનલ માં રમેલી બંને ટીમ તથા એ ટુર્નામેન્ટમાં ટોપ ૧૦ બેસ્ટ મેન, બોલર,ઓલ રાઉન્ડર ખેલાડીઓ ને રમાડવામાં આવશે નહિ.*
*16 - આ ટુર્નામેન્ટ ખાલી ન્યૂ નાના ચિલોડા ની સોસાયટી છે તો દરેક ખેલાડીએ પોત પોતાની સોસાયટી માંથી જ ટીમ બનવાની રહેશે.*
*નોંધ : એક સોસાયટી નો ખેલાડી બીજી કોઈ સોસાયટીની ટીમમાં રમી શકશે નહિ.*
*17- એક ટીમમાં ૧૫ ખેલાડીઓ નું નામ રજિસ્ટર થશે તેના સિવાય ના અન્ય કોઈ બીજા ખેલાડીને રમાડી શકાશે નહિ.*
*18- દરેક મેચ માં મેન ઓફ ધ મેચ આપવામાં આવશે.*
*19- મેચ માં કોઈ આકસ્મિત બનાવ બને તો જે ટીમ કે ખેલાડી પોતે જવાબદાર રહેશે.તે બાબતે આયોજક ની જવાબદારી રહેશે નહિ.*
*20- આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કોઈ પણ ખેલાડી કેફી દ્રવ્ય ની સેવન કરેલ હશે તો તાત્કાલિક ધોરણે એ ટીમને બહાર કરી દેવામાં આવશે.અને કોઈ રિફંડ આપવામાં આવશે નહિ.*
*21- આ ટુર્નામેન્ટને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારી શકાશે નહિ.*
22- *પાટીદાર પલટન સેના દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયર લીગ ૨૦૨૪ ના ઉપરોક્ત ક્રમ નંબર ૧ થી ૨૨ સુધીના તમામ નિયમો અમોને બંધનકર્તા રહેશે.*
*નોંધ:આ ટુર્નામેન્ટ વચ્ચે પડતર દિવસમાં અન્ય મીની ટુર્નામેન્ટ કે મેચ રાખી શકાશે.*
*આ ટુર્નામેન્ટ ભાઈચારા અને ખેલદિલ ની ભાવના થી રમાડવામાં આવશે તો દરેક ખેલાડી એ સાથ સહકાર આપવા વિનંતી.*
*નોંધ: આ ટૂર્નામેન્ટનો લાઈવ સ્કોર CRICHEROS એપ્લિકેશન માં આવશે તો દરેક ટીમ ના ખેલાડી એ એમનો પોતાનો મોબાઇલ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરી લેવું.ટુર્નામેન્ટ નો લાઈવ સ્કોર અને ટુર્નામેન્ટ ની બધી મેચ નું લીસ્ટ એપ્લિકેશન માં જોઈ લેવું*
“सब सुख लहै तुम्हारी सरना,
तुम रक्षक काहू को डरना”
*જય ઉમિયા , જય હનુમાન દાદા , હર હર મહાદેવ*