test
player picture
AANANDPRAKASH PREMIER LEAGUE (APL-8)
Surat4118 Views
16-12-2023 to 24-12-2023
  • 14Total Matches
  • 8Total Teams

Organiser's Detail

Image

Tournament's Detail

NAME

AANANDPRAKASH PREMIER LEAGUE (APL-8)

DATES

16-Dec-23 to 24-Dec-23

LOCATIONS

Surat - Ak Cricket Ground Olpad

BALL TYPE

TENNIS

Other Details

APL-8 નિયમો :

1) સુરત શહેર મા રહેતા હોય તે જ બ્રહ્મસમાજના ખેલાડીઓ આ ટુર્નામેન્ટ મા રમી શકશે.
(સુરત,નવસારી,કીમ,બારડોલી)


2) પાંચ પરગણા ( આપણા પૂર્વજો અને વડીલો દ્વારા નક્કી કરેલ ) બ્રહ્મસમાજ ના દરેક ગામ ના યુવકો આ ટુર્નામેન્ટમા રમી શકશે.


3) ગઈ ટુર્નામેન્ટ દરમિયાન રમેલા હોય અને ઓગસ્ટ 2023 મહિના થી સુરત મા રહેતા હોય તે જ ખેલાડી આ ટુર્નામેન્ટમા રમી શકશે.
( જો કોઈ કેપ્ટન આ નિયમનો ભંગ કરશે તો તત્કાલ તેમની ટીમ ને ચાલુ ટુર્નામેન્ટ મા બરખાસ્ત કરવામા આવશે.


4) મહેરબાની કરીને કેપ્ટન ટુર્નામેન્ટ જીતવા માટે ખાસ કરી ને કોઈ પણ ખેલાડીને ગામથી ના બોલાવશો.

5) આ ટુર્નામેન્ટ માત્ર બ્રહ્મસમાજ ના યુવકો ને એક નવી ઓળખાણ અને સમાજ ના ભાઈચારા માટે જ આયોજન કરીએ છીએ.

6) ટુર્નામેન્ટ મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ના નિયમ અનુસાર રમાશે. ( LBW ને છોડી ને. )

7) ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ ખેલાડીઓ અભદ્ર વર્તન અને વ્યવહાર ના કરે.

8) ટુર્નામેન્ટ દરમિયાન દરેક ખેલાડીઓ આપણા વડીલો અને ભાઈઓ નુ માન જાળવે.

9) ટુર્નામેન્ટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેનુ ધ્યાનપૂર્વક આયોજન કરીશુ.

10) ટુર્નામેન્ટ દરમિયાન યુવકોએ સ્વચ્છતા રાખવી પડશે. 

11) આ ટુર્નામેન્ટ મા યુવકો અને ખેલાડીઓ બની શકે તો એક દિવસ કોઈ પણ પ્રકાર નુ વ્યસન ના કરે. ( એક રિક્વેસ્ટ ??)

12) ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ ખેલાડીને સંદેહ અથવા કોઈ દલીલ હોય તો કેપ્ટન ને જણાવવી. ( આયોજકો ખાલી કેપ્ટન ની જ દલીલ ધ્યાને લઈ યોગ્ય નિર્ણય જાહેર કરશે.)


13) ટુર્નામેન્ટ દરમિયાન મેદાનમા રમતનો છેલ્લો અને આખરી નિર્ણય અમ્પાયર નો રહેશે. ( જે દરેક ખેલાડીઓએ માન્ય રાખવો પડશે.)


14) આ ટુર્નામેન્ટ શાંતિપૂર્વક અને આનંદમય પુર્ણ થાય તે રીતે આયોજન કરીશુ.

15) ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ છેલ્લો નિર્ણય આયોજક કમિટિ દ્વારા લેવાશે.


- આયોજક કમિટી