Organiser's Detail
Tournament's Detail
NAME
Ratanvav Patidar League Season 2
DATES
18-May-23 to 21-May-23
Other Details
WINNER-21000
RUNNER UP-11000
રતનવાવ પાટીદાર લીગ ના નિયમો:
1.દરેક ટીમમાં 12 ખેલાડીને રમાડવાના રહેશે.
2 દરેક ટીમને ત્રણ ત્રણ મેચ રમવાની રહેશે.
3. દરેક મેચ 12 ઓવરની રમવાની રહેશે.
4. LBW નો નિયમ નથી તેની જગ્યાએ ચાર સ્ટંપ રાખવાના રહેશે.
5. વાઈડ,નો બોલ,બાય,લેગ બાય,ઓવર થ્રો ના રન ગણવામાં આવશે તેમજ નો બોલ ઉપર ફ્રી હિટ આપવામાં આવશે.
6. પ્રથમ ચાર ઓવર નો પાવર પ્લે રહેશે. પાવર પ્લે દરમિયાન સર્કલની બહાર ત્રણ ખેલાડી રાખવાના રહેશે ત્યારબાદ પાંચ ખેલાડી સર્કલ બહાર રાખી શકાશે.
7. 12 ખેલાડી માંથી ફરજિયાત એક ખેલાડીને સ્લીપ માં રાખવાનો રહેશે.
8. એકવાર રિટાયર્ડ થયેલો બેટ્સમેન બીજી વાર બેટિંગ કરી શકશે નહીં.
9. વિકેટકીપર ગ્લોઝ પેરી શકે છે.
10. સંપૂર્ણ ટુર્નામેન્ટ સેન્ટર કોર્ટના હેવી બોલથી રમવાની રહેશે.
11. વિકેટકીપર પોતાનું સ્થાન ચેન્જ કરે અથવા વિકેટકીપર ચેન્જ થાય ત્યારે નો બોલ આપવા માં નહિ આવે પરંતુ અમ્પાયર ને જાણ કરવાની રહેશે. ચાલુ બોલીંગમાં પોઝિશન ચેન્જ કરે તો નો બોલ આપવામાં આવશે
12. મેચ ટાઈ થાય તો સુપર ઓવર રમાડવામાં આવશે. સુપર ઓવર પણ ટાઈ થાય તો મેચમાં લગાવેલી બાઉન્ડ્રી જેની વધારે હશે એને જીત આપવામાં આવશે.
13. બોલર અને કીપરને બાદ કરતાં બેઉ સાઇડ પાંચ ખેલાડી રાખવાના રહેશે.
14. બોલર ની એક્શન થયા પછી જ સામેનો બેટ્સમેન ક્રિસ છોડી શકશે નહિતર માર્કંડ નિયમ પ્રમાણે બોલર સામેવાળા બેટ્સમેનને આઉટ કરી શકે છે.
15. એક બોલર વધુમાં વધુ ત્રણ ઓવર નાખી શકશે.
16. સ્પોર્ટ શૂઝ તથા બ્લેક અથવા બ્લુ ટ્રેક પેન્ટ ફરજિયાત પહેરવાનું રહેશે.
17. મેચ ચાલુ થાય ત્યારે જે પ્લેયર હાજર હશે એને જ રમાડવાના રહેશે ત્યારબાદ નવો ખેલાડી આવે તો તેને રમવાનું રહેશે નહીં.
18. પાવર પ્લે દરમિયાન બોલ ખોવાઈ તો નવો બોલ વાપરવાનો રહેશે ત્યારબાદ બોલ ખોવાઈ તો બેટિંગ ટીમ જુનો બોલ વાપરી શકે છે.
19. ગ્રાઉન્ડ પણ ધૂમ્રપાન કે અન્ય કેફી પદાર્થ સેવન કરવાની સખત મનાઈ છે.
20. એક્શન થ્રો ચલાવવામાં નહીં આવે. આખરી નિર્ણય અમ્પાયર નો રહેશે.
21. બોલર બોલીંગ નાખવા આવે ત્યારે સાઈડ નો નો બોલ નથી પણ સાઈડ માંગવી જરૂરી છે.
22. 11 વિકેટ પડશે ત્યારે ઓલ આઉટ ગણવામાં આવશે.
23. છ માંથી પ્રથમ ચાર ટીમ પોઇન્ટ ના આધારે અને જો પોઈન્ટ સરખા હોય તો નેટ રનરેટ ના આધારે સેમી ફાઈનલ માં સ્થાન પામશે.
24.ટુર્નામેન્ટ નો લાઇવ સ્કોર cricheroes.in પર નિહાળી શકાશે
25. કોઈપણ વિકટ પરિસ્થિતિમાં જ્યારે ઉપરના નિયમો કામ ન આપે ત્યારે આખરી નિર્ણય કમિટી તથા અમ્પાયર ચર્ચા કરીને જે નિર્ણય આપે તે માન્ય રાખવાનો રહેશે.