1. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ ફક્ત શ્રી ૪1 ગામ કડવા પાટીદાર સમાજ પરિવારનાં ભાઈઓ - બહેનો માટે જ છે.
2. 17 વર્ષ પૂર્ણ થયેલા સૌ ભાઈઓ - બહેનો આ ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ભાગ લઈ શકશે.
3. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ભાગ લેનાર દરેક રમતવીરોએ "મારો પરિવાર” પ્રોજેક્ટમાં પોતાના પરિવારની બધી જ માહિતી ભરેલી હોવી જરુરી છે.
4. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ભાગ લેનાર દરેક રમતવીરે "મારો પરિવાર” પ્રોજેક્ટ માંથી પોતાના મેમ્બર આઈ-ડી ફોર્મમાં લખવાનો રહેશે.
5. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ભાગ લેનાર રમતવીરે તથા સમગ્ર ટીમે તેમનાં ગામમાંથી જ પ્રતિનિધિત્વ કરવાનું રહેશે.
6. કોઈપણ એક રમતવીર કોઈપણ એક જ ટીમમાંથી પ્રતિનિધિત્વ કરી શકશે.
7. બહેનોની ટૂર્નામેન્ટ માટે ઓછામાં ઓછી ૪ ટીમોનું રજીસ્ટ્રેશન થયું હશે તો જ બહેનોની રમત રમાડવામાં આવશે.
8. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં રમનાર દરેક રમતવીરે ફોર્મમાં પોતાના ફોટા લગાડવા અનિવાર્ય છે.
9. ફોર્મમાં દર્શાવવામાં આવેલ માહિતીમાંથી કોઈપણ માહિતી અધૂરી હશે તો ફોર્મ રદ થયેલ ગણવામાં આવશે તેમજ તે ટીમ ફરીથી આ ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ભાગ લઈ શકશે નહી.
૧૦. ફોર્મ સાથે દરેક રમતવીરે પોતાનું ફોટા સાથેનું ઓળખપત્રની નકલ આપવાની રહેશે.
૧૧. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ભાગ લેનાર ટીમની રજીસ્ટ્રેશન ફી ૩૦૦૦ રૂપિયા છે.
૧૨. ફોર્મ વિતરણ તા. ૧૫-૦૩-૨૦૨૨ થી તા. ૧૫-૦૪-૨૦૨૨ સુધી ભરી શકાશે.
૧૩. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં જે તે ગામના કન્વીનરશ્રીઓનાં માધ્યમથી જ તમામ પ્રક્રિયા થશે.
૧૪. જે તે ગામના કન્વીનરશ્રીઓ પાસેથી અથવા સમાજની ઓફિસ ખાતેથી ફોર્મ લેવાના રહેશે તેમજ સમય મર્યાદમાં ફોર્મ તથા ફી કન્વીનરશ્રીઓને પાસે તથા સમાજની ઓફિસ ખાતે જ જમા કરાવવાની રહેશે.
૧૫. ગામના કન્વીનરશ્રીઓ પાસે નિયત સમય મર્યાદામાં આવેલ ફોર્મ તથા ફી તા. ૧૬-૦૪-૨૦૨૨ સુધીમાં સાંજે પ-૦૦ વાગ્યા સુધી શ્રી વિરેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલ સમાજ સંકુલ માણસા ખાતે જમા કરાવવાનું રહેશે.
૧૬. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ની શરૂઆત તા. ૦૧-૦૫-૨૦૨૧નાં રોજ રવિવારે સાંજે ૭-૦૦ વાગ્યાથી શરૂ થશે. જેમાં દરેક ટીમોએ સાંજે ૬-૩૦ સુધીમાં રીપોર્ટીગ કરીને અવશ્ય હાજરી આપવાની રહેશે.
17. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં દરેક મેચ ૧૨ ઓવરની રહેશે.
18. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં સેમી - ફાઈનલ મેચ ૧૪ ઓવરની રહેશે.
૧૯. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ફાઈનલ મેચ ૧૬ ઓવરની રહેશે.
20. થો બોલિંગ ચલાવી લેવામાં આવશે નહી.
૨૧. દરેક મેચમાં ઓછામાં ઓછા ૫ બોલરનો ઉપયોગ કરવાનો રહેશે.
૨૨. ૧૨ ઓવરની મેચમાં ફક્ત બે બોલર ત્રણ ઓવર નાખી શકશે.
૨૩. ૧૪ ઓવરની મેચમાં એક બોલર વધુમાં વધુ ત્રણ ઓવર નાખી શકશે.
24. ૧૬ ઓવરની મેચમાં ફક્ત એક બોલર ચાર ઓવર નાખી શકશે.
2૫. દરેક મેચમાં પ્રથમ ૪(ચાર) ઓવરનો પાવર પ્લે રહેશે તેમજ પાવર પ્લે સિવાયની ઓવરમાં વધુમાં વધુ પ ખેલાડીઓ સર્કલની બહાર રહી શકશે.
૨૬. દરેક મેચ નોક-આઈટ રહેશે.
૨7. આ ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં કુદરતી કારણોસર કોઈ મેચ બંધ પડશે તો તે મેચ ફરીથી યોગ્ય સમયે જ્યાંથી અધુરી હોય ત્યાંથી જ રમાડવામાં આવશે.
૨૮. જો મેચમાં ટાઈ પડે તો સુપર ઓવરના નિયમ પ્રમાણે મેચ રમાડી વિજેતા જાહેર કરવામાં આવશે.
૨૯. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં એક ટીમના દરેક રમતવીરે એક સરખા ડ્રેસ તથા શૂઝમાં આવવાનું રહેશે.
૩૦. એક સરખા ડ્રેસ તથા શૂઝ સિવાયના કોઈપણ ખેલાડીને મેદાનમાં એન્ટ્રી આપવામાં આવશે નહી. (અપવાદરૂપ આયોજકની ટીમ)
૩૧. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ દરમ્યાન કોઈપણ રમતવીરને કોઈ આકસ્મિક હાની અથવા ઘટના બને તો તેની જવાબદારી શ્રી ૪૨ ગામ કડવા પાટીદાર સમાજ - ફાઉન્ડેશન સંસ્થા તથા આયોજકશ્રીઓની રહેશે નહી.
૩૨. એમ્પાયર સામે દલીલ કરનારને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી.
૩૩. મેદાન પર કેફી પ્રદાર્થોનું સેવન કરનાર તથા ગેરશિસ્ત ભર્યું વર્તન ચલાવી લેવામાં આવશે નહી.
૩૪. શ્રી ૪૨ ગામ કડવા પાટીદાર સમાજ- ફાઉન્ડેશન સંસ્થાની મિલકતને નુકશાન કરનાર સામે કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
35 ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ બાબતે શ્રી ૪૨ ગામ કડવા પાટીદાર સમાજ-ફાઉન્ડેશન સંસ્થા તથા આયોજકશ્રીઓ સામે કોઈપણ પ્રકારની કાયદાકીય કાનૂની કાર્યવાહી કરી શકાશે નહી.
૩૬. કોરોનાની મહામારીનાં કારણે જરૂર જણાય તો ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ શ્રી ૪૨ ગામ કડવા પાટીદાર સમાજ-ફાઉન્ડેશન સંસ્થા તથા આયોજકશ્રીઓ રદ્દ કરી શકશે.
૩7. કોરોનાની મહામારીનાં કારણે રદ કરવામાં આવેલ ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ની ૩૦૦૦ રૂપિયા ફી પરત કરવામાં આવશે.
૩૮. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં દરેક ટીમને આપેલ નિર્ધારિત સમય મુજબ (૪૫ મિનીટ પહેલાં) રીપોર્ટીગ કરવાનું રહેશે.
39. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨માં ટીમ-ટીમ વચ્ચે સમય અને તારીખની ફાળવણી ચીઠ્ઠી ઉછાડ દ્વારા આયોજન કરવામાં આવશે. જેનું પાલન દરેક ટીમે કરવાનું રહેશે.
૪૦. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ ફોર્મમાં દર્શાવેલ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૪૧. વિજેતા ટીમની ચેમ્પીયન્સ ટ્રોફી તથા રનર્સ અપ ટીમની રનર્સ અપ ટ્રોફી તથા ફોટોગ્રાફ્સ કાયમી ધોરણે સમાજ સંકુલની આર્ટ ગેલેરીમાં રહેશે.
૪૨. ઉપરોક્ત નિયમોમાં કોઈ અનિવાર્ય સંજોગોમાં સુધારા વધારા તથા સમયમાં ફેરફાર આયોજનકર્તા કરી શકશે.
૪૩. ૪૧ યુવા ઉત્કર્ષ પ્રીમિયર લીગ ૨૦૨૨ના ઉપરોક્ત ક્રમ નંબર ૧ થી ૪૨ સુધીના તમામ નિયમો અમોને બંધનકર્તા રહેશે.